Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં રામસાગર પાસે બાળ ક્રિડાંગણના નવીનીકરણમા સેલ્ફી પોઇન્ટ મુકવા લોક માંગ

 

પંકજ પંડિત

હાલ ઝાલોદ નગરમાં રામસાગર તળાવ પાસે બાળ ક્રિડાંગણનુ નવીનીકરણની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલ છે. છેલ્લા ઘણા સમયની બાળકો માટે રમવા માટે આ ક્રિડાંગણ ખંડેર હતું હવે જ્યારે બાળકો માટે રમવા માટે નવા સાધનો પણ મુકવામાં આવી રહેલ છે તેમજ હાલ નગરપાલિકા દ્વારા બાળ ક્રીડાંગણની એક દિવાલ પર I 🩷 lOVE JHALOD લખેલ સુંદર વાક્ય મુકવામાં આવેલ છે પણ જે જગ્યાએ મુકવામાં આવેલ છે ત્યાંથી તેનો કોઈ ઉઠાવ આવતો નથી તેવું ત્યાં રહેતા સ્થાનિકોનુ માનવુ છે તો આ I 🩷 lOVE JHALOD લખેલ વાક્ય બાળ ક્રિડાંગણના દરવાજા પાસે મુકવામાં આવે તેવુ ત્યાં રહેતા સ્થાનિકોનુ કહેવુ છે જેથી અહીં રામસાગર તળાવ પાસે ફરવા આવનાર લોકો આનો સેલ્ફી પોઇન્ટ તરીકે ઉપયોગ કરી શકે તેમજ બાળ ક્રિડાંગણની અંદર પણ આવી કોઈ અન્ય સુંદર કલાકૃતિ મુકવામાં આવે જેથી બાળકો તેનું સેલ્ફી પોઇન્ટ તરીકે ઉપયોગ કરી શકે.
નગરના લોકો વતી ચીફ ઓફિસર હઠીલા તેમજ કોન્ટ્રાક્ટર સાથે વાત કરતા I 🩷 LOVE JHALOD ને સેલ્ફી પોઇન્ટ તરીકે વિચારીને યોગ્ય જગ્યાએ મુકવા માટે બાંહેધરી આપી હતી. તેમજ આ ગાર્ડન વધુ આધુનિક અને સુંદર દેખાય તે માટે અન્ય કોઈ યોગ્ય સૂઝાવ હસે તો તે અંગે વિચારણા કરવામાં આવશે તેમ પણ કહ્યું હતું.


 

 

Share

Related posts

ઝાલોદ નગરના કલજીની સરસવાણી મુકામે ફાયર ફાઈટરને અકસ્માત નડ્યો

gujaratjanekta

ઝાલોદ નગરના વાવડી ફળિયાના મકાનમાં અચાનક આગ લાગતા ઘરવખરી સહિત તમામ સામાન આગમાં સ્વાહા

gujaratjanekta

અમદાવાદમાં ફાફડા-જલેબીના ભાવમાં 30 ટકા વધારો થયો, સવારથી લોકો લાઈનમાં ઉભા જોવા મળ્યા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial