Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

શ્રીમતી.એમ.સી.દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજ ખાતે “ભારત વિકાસ પ્રતિજ્ઞા” કાર્યક્રમ દ્વારા યોજાયો

“પ્રાંતિજ અધ્યાપક સમાજ” સંચાલિત શ્રીમતી.એમ.સી.દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજ ખાતે કોલેજ કેમ્પસમાં સરકારના પરિપત્ર તથા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી,પાટણના પત્ર સંદર્ભે “વિકાસ સપ્તાહ”૨૦૨૪ ના ભાગરૂપે “ભારત વિકાસ પ્રતિજ્ઞા” વિદ્યાર્થીઓને લેવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમ કોલેજના પ્રિન્સિપાલશ્રી ડો. કામેશ્વર પ્રસાદ ના માર્ગદર્શનમાં યોજાયો હતો.

ભારત સરકારના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા તથા આવા કાર્યક્રમમાં સહભાગી થવા વિદ્યાર્થીઓને સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ. ( NSS ) ના કો.ઓર્ડીનેટર ડો. કેતન મારકણા અને ડો. ગણેશ નિસરતા દ્વારા કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં કોલેજનો સમગ્ર સ્ટાફ તથા ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજર રહીને પ્રતિજ્ઞા લીધી હતી. આમ આજનો આ કાર્યક્રમ સફળ રહ્યો.

Share

Related posts

ફતેપુરા વકીલ મંડળના પ્રમુખ તરીકે પંકજકુમાર પંચાલ ઉપ પ્રમુખ અજીતભાઈ રાઠોડ બિન હરીફ ચૂંટાયા

gujaratjanekta

ગુજરાત રાજ્ય કક્ષાનો ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત ઉલ્લાસ મેળાનું દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે આયોજન

gujaratjanekta

ઓલપાડ ખાતે “સશક્ત અને સુપોષિત કિશોરી-અભિયાન” મેળાની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial