Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફુલપુરા મુખ્ય પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ માણ્યો નવરાત્રી પર્વ.

પંકજ પંડિત

શક્તિ, ભક્તિ અને આરાધનાનો પર્વ એટલે જગત જનની જગદંબાનો નવરાત્રિ મહોત્સવ હવે તેના અંતિમ ચરણોમાં છે. ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે ત્યારે ઝાલોદ તાલુકાના ફુલપુરા ગામે આવેલ ફુલપુરા મુખ્ય પ્રાથમિક શાળામાં નવરાત્રી પર્વ નિમિત્તે શાળામાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆત માતા જગદંબાની આરતીથી કરવામાં આવી હતી. જેમાં શાળાના તમામ શિક્ષકો અને બાળકોએ માતાજીની આરતી પૂર્ણ કર્યા બાદ શાળાના મદદનીશ શિક્ષકનરેશભાઈ.ડી.પરમાર દ્વારા શાળાના લગભગ 350 જેટલા બાળકોને માતાના પ્રસાદ તરીકે મોનેકો બિસ્કીટના પેકેટ આપ્યા. સાથે સાથે ભારત વિકાસ પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી. ત્યારબાદ પરંપરાગત વસ્ત્રોમાં તૈયાર થઈને આવેલા બાળકો ટીમલી અને ત્રણ તાલી ગરબા રમવા આનંદ, ઉલ્લાસ અને ઉમંગ ભેર હિલોળે ચડ્યાં.સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના તમામ શિક્ષકોએ કર્યું. જેમાં શાળાના આચાર્ય લોહ મુકેશકુમાર દ્વારા પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવ્યું હતું.

Share

Related posts

વડોદરા પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા રાષ્ટ્રીય પ્રેસ દિવસ નિમિત્તે ‘પત્રકારત્વ અને સામાજિક દાયિત્વ’ વિષય પર સેમિનાર યોજાયો

gujaratjanekta

ફતેપુરા મામલતદાર કચેરીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો દાહોદ જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિર્ગુડીનેઅધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

લીમડી મુકામે દાહોદ રોડ પર ભેંસો ચરાવવા ગયેલ ઈસમને બુલેટ પર આવેલ બે અજાણ્યા શખ્સો લુંટ કરી નાસી છુટયા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial