ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકા કોંગ્રેસ કાર્યાલયમાં મહાત્મા ગાંધી જયંતિ મનાઈ ગઈ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ ફતેપુરા તાલુકા કોંગ્રેસ કાર્યાલયમાં આજરોજ ગાંધી જયંતિ નિમિત્તે મહાત્મા ગાંધીજી ને જયંતિ મનાઈ ગઈ મહાત્મા ગાંધીજીના તસ્વીરને સુતર ની આતી પહેરાવી ફૂલહાર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે કોંગ્રેસ સમિતિના પ્રદેશ ડેલીગેટ રઘુભાઈ મછાર ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શાંતિલાલ ભાભોર કાર્યકારી પ્રમુખ સુભાષભાઈ પારગી પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ પરમાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ફતેપુરા રોગી કલ્યાણ સમિતિના સભ્ય શબ્બીરભાઈ સુનેલવાલા તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તા અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

