Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ઝાલોદ નગરમાં ડૉ બાબાસાહેબ આંબેડકર નિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ આપવામાં આવી

પંકજ પંડિત ઝાલોદ

આજરોજ તારીખ 06-12-2023 ના રોજ આંબેડકર ચોક પર ડૉ ભીમરાવ આંબેડકરની 67 મી પુણ્યતિથિએ તેમની પ્રતિમાને ફૂલહાર પહેરાવી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

દર વર્ષે 06 ડિસેમ્બરે, ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અને સન્માન આપવા માટે મહાપરિનિર્વાણ દિવસ ઉજવવામાં આવે છે. ડૉ. ભીમરાવ આંબેડકર, જેમને આપણે બધા ડૉ. બાબાસાહેબ આંબેડકરના નામથી પણ જાણીએ છીએ. ડૉ.આંબેડકરને બંધારણના પિતા કહેવામાં આવે છે. 06 ડિસેમ્બર 1956ના રોજ તેમનું અવસાન થયું. દર વર્ષે 06 ડિસેમ્બરે બાબા સાહેબની પુણ્યતિથિને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આ દિવસ મનાવવા પાછળનું કારણ બાબા સાહેબને આદર અને શ્રદ્ધાંજલિ આપવાનું છે
ઝાલોદ નગરમાં ડૉ ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે મોટા પ્રમાણમાં લોકો આવેલ હતા જેમાં વિશેષમાં દાહોદ જિલ્લા ભાજપ એસ.સી.મોરચા પ્રભારી ભરત શ્રીમાળી, મૂકેશ ડામોર, ટપુ વસૈયા, અલ્કેશભાઈ, શનિલાલ ભૂનાતર, સંતોષ ભગોરા તેમજ ભાજપ એસ.સી મોરચાની ટીમ ઉપસ્થિત રહી બાબા સાહેબ અમર રહોના નારા સાથે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

Share

Related posts

આચાર સંહિતા બાદ પણ ભાજપની સામગ્રી વેચાતી હોવાનો આક્ષેપ, કથિરિયાની ફરીયાદ

Admin

પંચમહાલ જીલ્લામાં ટ્રાફિક જાગૃતિ અંતર્ગત સેમિનાર મિઠાલી સરકારી પ્રાથમિક શાળામાં યોજાયો

gujaratjanekta

ગોધરા શહેર પોલન બજાર કેસરી ચોક ખાતે સુરક્ષા સેતુ સોસાયટી(પોલીસ) તથા ગોધરા શહેર મુસ્લિમ સમાજ દ્વારા “SAY NO TO DRUGS”નો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial