Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

પંચમહાલ જીલ્લામાં તાલુકા કક્ષાએ SIRD દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) ફેઝ – ૨ અંતર્ગત એક દિવસીય તાલીમ યોજાઈ – જાણો વધુ

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

ભારત સરકાર દ્વારા આજથી 10 વર્ષ અગાઉ 2જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારત ભરમાં સ્વચ્છતા માટેના જન આંદોલનના અભિયાનનો શુભારંભ કરાયો હતો.


ગુજરાત સરકાર દ્વારા રાજ્યને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે ગ્રામ્ય કક્ષાએ અવાર નવાર કાર્યક્રમો, વિડિયોગ્રાફી દ્વારા ચલચિત્રો, સ્વચ્છતા અંતર્ગત કાર્યક્રમો તેમજ તાલુકાના ગામોમાં રાજ્ય સરકારના નિર્દેશ અનુસાર લોકોમાં જાગૃતિ લાવવાનું કાર્ય કરવામાં આવતુ હોય છે.

 

પંચમહાલ જીલ્લાના તમામ તાલુકાઓમાં SIRD – અમદાવાદ કક્ષાએથી આવેલ માસ્ટર ટ્રેનર દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) ફેઝ – 2 અંતર્ગત સરપંચશ્રી તેમજ ત.ક.મંત્રીશ્રીઓ ની એક દિવસીય તાલીમનુ આયોજન જે તે તાલુકાના કોમ્યુનિટી હોલમાં યોજાઈ હતી. જેમાં મુખ્યત્વે ઘન કચરા તેમજ પ્રવાહી કચરાના નિકાલ માટે કરવાની થતી કામગીરી વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં કરવામાં આવી હતી. ગામને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે આપણે તેમજ ગામના નાગરિકો સાથે મળીને શું કરી શકે તે વિશે સૌ ગ્રામજનોને માહિતગાર કરવાનું તેમજ જન જન સુધી સ્વચ્છતા નો સંદેશ પહોચાડવાનું ઉપસ્થિત ત.ક મંત્રીશ્રી અને સરપંચશ્રીઓ ને જણાવ્યું હતુ.

Share

Related posts

ઝાલોદ ધાવડીયા ચેક પોસ્ટ પર દિલ્હી બ્લાસ્ટને લઈ પોલીસ એલર્ટ મોડ પર સધન ચેકીંગ હાથ ધરાઈ

gujaratjanekta

ડુબી ગયા રોકાણકારોના 90 હજાર કરોડથી વધુ, વેચાણની સુનામી પાછળ આ છે કારણ

gujaratjanekta

દાહોદ જિલ્લાનું બુથ સંમેલન ઝાલોદ નગરમાં ગોયલ પેલેસ ખાતે સી.આર.પાટીલની આગેવાની હેઠળ યોજાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial