Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે પ્રાથમિક શાળામાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી

પંકજ પંડિત

આજ રોજ 9 ઓગસ્ટ ‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિતે ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે ગામના તેમજ નજીકના ગામોના વડીલો,ભાઈઓ,બહેનો,કર્મચારીઓ, શાળાના બાળકો, શિક્ષકો, વિધાર્થીઓના વાલીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.. સૌ પ્રથમ માધ્યમિક શાળામાં સૌ ભેગા થઈ રેલી સ્વરૂપે પ્રાથમિક શાળામાં પહોંચ્યા.. પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીઓ દ્વારા બાળકોને તૈયાર કરી સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી … ત્યાર બાદ ઉપસ્થિત વડીલો દ્વારા 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવણીનુ મહત્વ વિશે વક્તવ્ય આપ્યું… ગામમાં શિક્ષણનો વ્યાપ વધે તમામ બાળકો દરેક ક્ષેત્રે અગ્રેસર થાય તે માટે શૈક્ષણિક માર્ગદર્શન આપવામાં આવ્યું… સંપસભા ડુંગરીના સહયોગથી અને આદિવાસી શિક્ષણ મંડળી દ્વારા શાળામાં નવોદય, એકલવ્ય,nmms જેવી પરીક્ષાની તૈયારી કરતા બાળકોને પરીક્ષા અંતર્ગત પુસ્તક આપવામાં આવ્યા.. શાળામાં સુંદર પ્રેરણાત્મક કામગીરી કરતા આચાર્ય અને શિક્ષકનુ સન્માન કરવામાં આવ્યું… અંતે આભારવિધિ કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો.

Share

Related posts

રશિયા બન્યું વધુ આક્રમક, યૂક્રેન પર કર્યા મિસાઈલથી હુમલા, બેલારુસ જશે પુતિન

Admin

ફતેપુરા તાલુકાના બલૈયાથી ગરીબોને અપાતા સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું

gujaratjanekta

દેવુસિંહ ચૌહાણના બ્રાહ્મણ સમાજ પ્રત્યેના અપમાન જનક વક્તવ્યને સખ્ત શબ્દોમાં વખોડતા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષ ઠાકર

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial