Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

મહારાષ્ટ્ર – દર મહિને ધો.12 પાસને 6,000 અને ગ્રેજ્યુએટને 10,000 આપશે સરકાર – જાણો વધુ

લાડલી બહેના યોજના’ વિશે તો તમે બધાએ બહુ સાંભળ્યું હશે પરંતુ હવે ‘લાડલા ભાઈ યોજના’ પણ શરૂ થવા જઈ રહી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્યમાં આ નવી યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. CM શિંદે અષાઢી એકાદશીના અવસર પર પંઢરપુરના વિઠ્ઠલ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા. અહીં મહાપૂજા બાદ મીડિયા સાથે વાત કરતાં તેમણે આ યોજના વિશે માહિતી આપી હતી.

 CM શિંદેએ કહ્યું કે, મહારાષ્ટ્ર સરકાર 12મું પાસ કરનારા યુવાનોને દર મહિને 6,000 રૂપિયા આપશે. જ્યારે ડિપ્લોમા કરનારા યુવાનોને 8 હજાર રૂપિયા આપવામાં આવશે. જ્યારે ગ્રેજ્યુએટ યુવાનોને દર મહિને 10,000 રૂપિયા આપવામાં આવશે. રાજ્યના યુવાનોને ફેક્ટરીઓમાં એપ્રેન્ટિસશિપ કરવા માટે પૈસા આપવા જઈ રહી છે. આ તેમને કાર્યક્ષમ બનાવશે. ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ સરકારે આવી યોજના રજૂ કરી છે. આ યોજના દ્વારા અમે બેરોજગારીનો ઉકેલ શોધી કાઢ્યો છે. આ યોજના દ્વારા યુવાનો અન્ય ફેક્ટરીઓમાં અનુભવ અને કૌશલ્ય મેળવશે. હવે મહારાષ્ટ્ર સરકાર તેમને બેરોજગારી દૂર કરવા માટે સ્ટાઈપેન્ડ આપશે.

 

Share

Related posts

GSSSB Call Letter Download : GSSSB ની વિવિધ 5554 જગ્યાઓ માટે પરીક્ષા કાર્યક્રમ જાહેર – આ તારીખેથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો

gujaratjanekta

માહેશ્વરી સખી મહિલા મંડળ દાહોદ દ્વારા રાધે ગાર્ડનમાં માહેશ્વરી અને પાલીવાલ મહિલા સમાજ દ્વારા ફૂલબાતી ગણગોર ની ઉજવણી કરવામાં આવી.

gujaratjanekta

ચાકલીયા પો.સ્ટે વિસ્તારના પેથાપુર મુકામે થી 53240 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પડાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial