Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પ્રાંત અધિકારી ભાટિયા દ્વારા નાના ભૂલકાઓને શાળાઓમા પ્રવેશોત્સવ કરાવ્યો

બોનીબેન હાઇસ્કૂલ , મણિબેન હાઇસ્કૂલ અને આદિવાસી સોસાયટી પ્રાથમિક શાળામાં પ્રાંત અધિકારી ભાટિયા દ્વારા બાળકોને પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યોકન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪ અંતર્ગત ઝાલોદ નગરની બોનીબેન હાઇસ્કૂલ , મણિબેન હાઇસ્કૂલ અને આદિવાસી સોસાયટી પ્રાથમિક શાળામાં પ્રાંત અધિકારી ભાટિયા દ્વારા બાળકોને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવવામા આવ્યો હતો . નાના નાના બાળકો શિક્ષણની યાત્રામાં પગરવ માંડતા ભૂલકાઓને સ્નેહભેર પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળામાં આજે પ્રવેશ લઈ રહેલા બાળકો આવતીકાલના ભારતનું ભવિષ્ય છે તેવું પ્રાંત અધિકારીએ કહ્યું હતું.સમગ્ર રાજ્યમાં આજથી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ -૨૦૨૪નો પ્રારંભ થયો છે ત્યારે ઝાલોદ નગરની વિવિધ પ્રાથમિક શાળા ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવીને શાળા પ્રાંત અધિકારી ભાટિયાએ પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રાંત અધિકારી ભાટિયા સહિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. શિક્ષણની યાત્રામાં પગરવ માંડતા ભૂલકાઓને શૈક્ષણિક કીટ તેમજ સ્નેહભેર આવકાર આપીને ઉપસ્થિત દરેક મહાનુભાવોએ બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો.આ પ્રસંગે વિસ્તૃતમા પ્રાંત અધિકારી ભાટિયાએ જણાવ્યું હતું કે, શાળાકીય શિક્ષણ અને કેળવણીમાં ગુજરાત સરકારના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમે મહત્વનો ભાગ ભજવ્યો છે. સરકારના પ્રયાસોથી કન્યાઓની ભાગીદારી શિક્ષણના ક્ષેત્રમાં સતત વધી રહી છે. આજના બાળકોને આવતીકાલના ભારતનું ભવિષ્ય ગણાવ્યુ હતુ. તેમજ બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે ખૂબ જ જરૂરી છે અને એ આપણા સૌની સહિયારી જવાબદારી છે.શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરીને પ્રાંત અધિકારી ભાટિયાએ જીવનમાં ખૂબ પ્રગતિ કરો તેમ શુભેચ્છાઓ પાઠવી હતી. શાળા પ્રવેશોત્સવમા સ્કૂલના પ્રિન્સિપાલ, શિક્ષકો તેમજ આમંત્રિત અગ્રણીઓએ બેઠકમાં હાજરી આપીને સ્કૂલમાં જરૂરી તમામ સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સહિતની વિગતો મેળવીને માર્ગદર્શન આપ્યું હતું.

Share

Related posts

ગરબાડા તાલુકાના અભલોડ ગામની શ્રી વિવેકાનંદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અભલોડ ખાતે કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ ની ઉજવણી

gujaratjanekta

વડોદરાના કલાપ્રેમીઓ માટે અનેરું આકર્ષણ: ‘આકૃતિ આર્ટ ગેલેરી’ ખાતે ‘આર્ટ ઈન હાર્ટ’ ગ્રુપ દ્વારા ત્રિ-દિવસીય ચિત્ર પ્રદર્શનનું આયોજન – જાણો વધુ

gujaratjanekta

દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાંથી એક ૩૦ વર્ષીય પરણિતાનું એક યુવક દ્વારા અપહરણ કરી લઈ ગયાં બાંદ ૨૦ દિવસ સુધી તેણીની ઉપર બળાત્કાર ગુજારી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial