Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

દાહોદમાં ભાજપની સેન્સ: ફતેપુરા વિધાનસભામાં દાવેદારોનો મેળાવડો,એક ડઝન જેટલાં હોદેદારોએ ટિકિટ માંગણી કરતા ખળભળાટ

 સંકેત પંડ્યા – એડિટર

દાહોદમાં ભાજપની સેન્સ: ફતેપુરા વિધાનસભામાં દાવેદારોનો મેળાવડો,એક ડઝન જેટલાં હોદેદારોએ ટિકિટ માંગણી કરતા ખળભળાટ…

 ફતેપુરા વિધાનસભાના પ્રવર્તમાન ધારાસભ્ય અને દંડક, ભાજપા જિલ્લા પ્રમુખ, એપીએમસી ચેરમેન, મોરચાના મંત્રી સહિત 12 મુરતીયાઓ ચૂંટણી લડવા તત્પર બન્યા…
 ફતેપુરા વિધાનસભામાં ભાજપ માટે કપરા ચઢાણ: ટિકિટ મેળવવા હોદ્દેદારો ગોડફાદારોના શરણે…
ફતેપુરા 129 વિધાનસભા મતવિસ્તારમાંથી વિધાનસભાના દંડક સહિત ડજન જેટલા ઉમેદવારોએ ભાજપા માંથી ટિકિટની માંગણી કરતા ફતેપુરા 129 વિધાનસભા મતવિસ્તાર સહિત સમગ્ર દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે
સમગ્ર ગુજરાતમાં ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા મોકલવામાં આવી છે. સમગ્ર ગુજરાત રાજ્યની નજર ફતેપુરા 129 વિધાનસભા મતવિસ્તાર ની ભાજપાની ટિકિટ તરફ છે ત્યારે આજરોજ દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ ખાતે જીતુભાઈ વાઘાણી પ્રફુલભાઈ પાંસેરીયા અને કૌશલ્યા કુંવરબા એમ ત્રણ નિરીક્ષકોની ટીમ આવી હતી. આ ટીમ સમક્ષ ગુજરાત વિધાનસભાના દંડક અને ફતેપુરા 129 વિધાનસભા મત વિસ્તારના પ્રવર્તમાન ધારાસભ્ય રમેશભાઈ કટારા, દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઈ આમલીયાર, ફતેપુરા એ.પી.એમ.સી.ના અને દાહોદ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રફુલભાઈ ડામોર, ભાજપા આદિજાતિ મોરચાના ઉપપ્રમુખ ડોક્ટર અશ્વિનભાઈ પારગી, લીમડીયાના ચુનીલાલ ચરપોટ, સુખસરના રમેશભાઈ ટી. કટારા, વાંગડના યોગેશભાઈ પારગી, ડોક્ટર મેહુલ પરમાર અને કલાવતીબેન કટારા સહિત ડજન એક જેટલા લોકોએ ભાજપા માંથી ટિકિટની માંગણી કરતા ફતેપુરા 129 વિધાનસભા મતવિસ્તાર સહિત સમગ્ર દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
Share

Related posts

ફતેપુરામાં દુકાનના આગળના ભાગે પાર્ક કરેલ મોટર સાયકલ બાબતે બોલાચાલી,મારામારી બાદ 55 વર્ષીય આઘેડનું મોત

gujaratjanekta

પંચમહાલ જિલ્લા ના સીટી સર્વે સુપ્રીટેન્ડન્ટ ૮૦૦૦ ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા !!

gujaratjanekta

ગુજરાતમાં ચુંટણીનો શોર : સુરતની મહુવા બેઠક પર સ્ટાર પ્રચારોકની સાથે સાધુ મહંત પણ પ્રચાર માં ઉતર્યા

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial