Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ ફાયર વિભાગ દ્વારા અનાજ ગોડાઉને અચાનક આગ લાગે તો શું કરવું તે અંગે માહિતી આપવામાં આવી

પંકજ પંડિત- ઝાલોદ.

આજરોજ તારીખ 25-06-2024 મંગળવારના રોજ આસરે સવારે દસ વાગે ઝાલોદ ફાયર વિભાગના ઈન્ચાર્જ બચુભાઈ પૂંજાભાઇ ભોઇ દ્વારા નગરના અનાજ ગોડાઉન પર જઈ ત્યાં ઉપસ્થિત ગોડાઉન મેનેજર એસ.કે.ડામોરને સાથે રાખી ગોડાઉન પર ઉપસ્થિત સ્ટાફ તેમજ મજૂરવર્ગના કર્મચારીઓને અચાનક આગ લાગે તો ફાયરના બોટલની પીન કઈ રીતે ખોલવી અને જ્યાં આગ લાગી હોય ત્યાં તે આગને કેટલા અંતરથી કાબુમાં લેવું તે અંગે માહિતી આપવામાં આવી હતી.
ચોમાસાનુ આગમન ધીરે ધીરે નગરમાં થઈ રહેલ છે તે અન્વયે દાહોદ કલેક્ટરની સૂચના મુજબ અચાનક પૂર, આગ, વાવાઝોડા જેવી આપત્તિ આવી જાય તો તેમા ગભરાયા વગર કઈ રીતે કામગીરી કરવી તે અંગે પણ વિસ્તારમાં માહિતી ફાયર વિભાગના ઈન્ચાર્જ બચુભાઈ દ્વારા આપવામાં આવી હતી..

Share

Related posts

ફતેપુરા તાલુકાના ફતેપુરા નગર માં આવેલ કોમલ શિક્ષણ સંકુલમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર મોટી ધાડની યોજના નિષ્ફળ, દાહોદ પોલીસે 7 ઇસમોને ઝડપી પાડ્યા

gujaratjanekta

ભાવનગર ના કલે ક્ટર તરીકે કાર્યભાર સંભા ળતા ડી. કે. પારેખ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial