Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી અને એબિલિટી દ્વારા અંધશાળા માં રક્ષાબંધન ની ઉજવણી

લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 એફ વન રિજિયન છ અને ઝોન ટુ માં આવેલી લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી અને એબિલિટી દ્વારા ભાઈ બહેનને પવિત્ર પ્રેમનો તહેવાર અને ભારતીય સંસ્કૃતિનું ગૌરવ રક્ષાબંધનની ઉજવણી શ્રીમતી એમ બી જૈન અંધશાળા છાપરી ખાતે લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી પ્રમુખ લાયન કમલેશ લીમ્બાચીયા ના અધ્યક્ષ સ્થાને ખાતે ઉજવણી કરવામાં આવી. અંધશાળાના બાળકો દ્વારા પ્રાર્થના અને રક્ષાબંધન ના ગીતો દ્વારા રક્ષાબંધનની ખૂબ ઉત્સાહ પૂર્વ ઉજવણી કરવામાં. અંધ બહેનો દ્વારા કુમકુમ તિલક કરી અંધ ભાઈઓના હાથમાં રક્ષા સુત્ર બાંધી મીઠાઈ દ્વારા મોઢું મીઠું કરવામાં આવ્યું. અધ્યક્ષ લાયન કમલેશ લીમ્બાચીયા ઉદબોધનમાં જણાવ્યું કે આજના સમયમાં રાખડી ફક્ત લોહીના સંબંધ પૂરતી નથી પરંતુ તે પ્રેમ ,વિશ્વાસ અને જવાબદારીનું પ્રતિક છે .સમગ્ર સફળ કાર્યક્રમ સંચાલન એનેબી ના મંત્રી અને લાયન્સ ક્લબ ઓફ સીટી મંત્રી લાયન યુસુફી કાપડિયા દ્વારા કરવામાં આવ્યું .આભારવિધિ એબિલિટી મંત્રી લાયન સંજય પ્રજાપતિ દ્વારા કરવામાં આવી. આ પ્રસંગે ટ્રેઝરર લાયન રાધેશ્યામ શર્મા, લાયન સુરેશ ભૂરા, એમબી જૈન અંધશાળાના આચાર્ય હુસનુદ્દીન શેખ, ગૃહપતિ સંજયભાઈ પરીખ ,શિક્ષક મિત્રો તેમજ વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Share

Related posts

અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હિટ રોકવા ફેરોઝ લાઇટ ટ્રેપ સિસ્ટમ ગોઠવાઈ, હાલમાં બર્ડહિટ અટકાવવા લેસર ગન, ઝોન ગનનો ઉપયોગ થાય છે

Admin

ઝાલોદ તાલુકાના માંડલીખૂંટા ગામે અગમ્ય કારણોસર બે પ્રેમી પંખીડાઓએ જીવન ટૂંકાવ્યુ છોકરાના લગ્ન નક્કી થઈ જતાં ખેતરમા જઈ લીમડાની ડાળે લટકી બંને યુગલે જીવન ટૂંકાવ્યુ

gujaratjanekta

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ટીંબી (ચાકલીયા) ગામે અનાસ નદી પર આવેલ બ્રિજનું નિરીક્ષણ કરાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial