Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોલીસ સ્ટેશનમાં આવનાર બકરી ઈદના તહેવારને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક યોજાઈ

પંકજ પંડિત ઝાલોદ.

ઝાલોદ નગરના પી.એસ.આઈ એમ.એમ.માળી અને સે.પી.એસ.આઇ સીસોદીયાની આગેવાની હેઠળ આગામી તારીખ 17-06-2024 સોમવારના રોજ આવનાર બકરી ઈદના તહેવારને અનુલક્ષીને પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આવનાર તહેવારને અનુલક્ષીને નગરમાં શાંતિ તેમજ સામાજિક સમરસતા જળવાઈ રહે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવી તેમજ કોઈ પણ ગેરસમજ ફેલાવે તેવી અફવાઓ પર ધ્યાન ન આપવું તેમજ કોઈ પણ કાયદાકીય ગૂંચ કે સમસ્યા ઉત્પન્ન થાય ત્યારે તૈયારીમાં પોલીસનો સંપર્ક કરવો અને નગરમાં સંપૂર્ણ શાંતિ તેમજ હર્ષોલ્લાસ સાથે તહેવારની ઉજવણી કરો તેવી શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી.

Share

Related posts

ઝાલોદ બસ સ્ટેશન વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કેબિનેટ મંત્રી રમેશ કટારાના હસ્તે કરવામાં આવશે

gujaratjanekta

રોટરી રોયલ દ્વારા બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું .

Admin

ઝાલોદ નગરમાં રામનવમીની ભવ્ય આયોજન અંગે સનાતન હિન્દુ ધર્મ સમિતિની બેઠક યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial