Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

વડોદરાની શ્રી અંબે વિદ્યાલયમાં ધો-૧૦ ઇંગ્લિશ મિડીયમમાં ભણતી કુ. તસ્મહી શેઠ પ્રથમ આવીને સ્કૂલ તેમજ માબાપનું નામ રોશન કર્યું

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

નાનપણથી જ પરિવારમાં ધાર્મિક વાતાવરણમાં ઉછરી મોટી થયેલ અને પોઝિટીવ ઉર્જા સાથે આગળ વધવાની માતાપિતા પાસેથી મળેલ પ્રેરણા દ્વારા ધોરણ 10 માં ઇંગ્લિશ મિડીયમમાં અભ્યાસ કરતી કુ. તસ્મહી અનંતકુમાર શેઠ વડોદરા જિલ્લામાં – શ્રી અંબે વિદ્યાલયમાં 99.53 % સાથે પ્રથમ આવી શાળાના શિક્ષકો, પરિવારના સભ્યો તેમજ નગરનું નામ રોશન કર્યું હતું.

નાનપણથી શેઠ પરિવારની આ દીકરી ધાર્મિક વાતાવરણની વચ્ચે પોતાના મા-બાપ અને દાદા દાદીના માર્ગદર્શન હેઠળ ભણવામાં રુચિ રાખતી હતી. ઘરમાં અભ્યાસ અર્થે સદાય તેના મા-બાપ તેને મદદરૂપ રહી પૂરો સહયોગ કરતા હતા. ભણવામાં રુચિ ધરાવતી અને ધોરણ 1 થી 9 સુધી શ્રી અંબે વિદ્યાલયમાં પ્રથમ આવતી હતી. તારીખ 11-05-2024 શનિવારના રોજ ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરી 99.53 % સાથે A-1 લાવી હતી. શાળામાં પ્રથમ આવતા તેણે પોતાનો બધો શ્રેય સ્કૂલના શિક્ષકો અને પોતાના માબાપને આપ્યો હતો. 

Share

Related posts

ઝાલોદ તાલુકાના લીમડી પોલિસ દ્વારા ખરવાણી ખાતે ભોંયરા માંથી વિદેશી દારૂ ઝડપી પાડયો 5,65,200 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો

gujaratjanekta

ભારત અને બાંગ્લાદેશ બોર્ડર પર ફાયરિંગ થયું, જાણો શું હતું કારણ?

Admin

સોમનાથમાં ૮૦ ટકા અતિથિગૃહો છે બે વર્ષ બાદ થયા છે હાઉસફુલ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial