Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

જીલ્લા ખેતીવાડી કચેરીના રોજમદારને નિવૃત્તિ પછીના લાભો આપવા ગુજરાત હાઇકોર્ટનો આખરી આદેશ : સરકારી વિભાગમાં ભૂકંપ સાથે પરિવારમાં આનંદ

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ 

પંચમહાલ જિલ્લાના ગોધરામાં આવેલ જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત ગોધરા જે તે સમયે સરકાર દ્વારા જિલ્લાઓનું વિભાજન થતાં હાલ આ કચેરી જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત મહીસાગર ના નામથી ઓળખાય છે તેના ના તાબા હેઠળની કચેરી ખેતીવાડી અધિકારી બેનર યોજના લુણાવાડા મુકામે તારીખ ૨૦/૧૯/૭૨થી રોજમદાર તરીકે ફરજ બજાવતા પટેલિયા ડાભાભાઇ મંગળભાઈ જેઓ ની નોકરીના દરમિયાન સરકારશ્રીના તારીખ૧૭/૧૦/૮૮ ના પરિપત્ર ના લાભોથી વંચિત રાખવામાં આવ્યા હતા જે બાબતે અરજદારે ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ એસ ભોઈ નો સંપર્ક કરી તેમના દ્દ્વારા પરિપત્રના મુજબના લાભો મેળવવા અને તે મુજબનું પગાર ધોરણ ચૂકવવા સંસ્થાના લાગતા અધિકારીઓને નોટીસ આપેલ પરંતુ તેનો કોઈ જવાબ ન મળતા ફેડરેશને મજુર અદાલત ગોધરા સમક્ષ પરિપત્ર મુજબના લાભો અને પગાર તફાવતની રકમ મેળવવા વિવાદ ઉપસ્થિત કરેલ જેવી વિવાદ ચાલી જતા અરજદારને પરિપત્રના લાભો આપવામાં ગોધરા મજુર અદાલત દ્વારા હુકમ કરવામાં આવેલ તે હુકમથી નારાજ થઈ સરકાર દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એસસીએ નંબર ૧૪૬૪/૨૦ દાખલ કરેલ આ તમામ કાયદાકીય પ્રક્રિયાના સમય દરમિયાન અરજદારને તારીખ ૩૦/૮/૦૬ નિવૃત કરવામાં આવેલ અરજદારે કુલ ૩૪ વર્ષ જેટલી નોકરી કરવા છતાં તેઓને નિવૃત્તિના કોઈ લાભો આપવામાં આવેલ ન હતા. સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન અરજી વિવાદી કામે ફેડરેશનના એડવોકેટ દિપક આર દવે તે કામે હાજર રહી કેસમાં પડેલા પુરાવા આધારિત બંને પક્ષકારોની દલીલો ધ્યાને લઈ તારીખ ૨/૨/૨૪ ના રોજ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ માનનીય મૌના એમ. ભટ્ટે અરજદાર પટેલિયા ડી. એમ ને નિવૃત્તિ ની તારીખથી તેમને મળવાપાત્ર તમામ લાભો જેવા કે પેન્શન પેન્શન તફાવત ગ્રેજ્યુટી બાકી નીકળતી રજાઓ તેમજ ૧૭/૧૦/૮૮ ના પરિપત્રના તફાવતની રકમ ચૂકવવાનો આખરી આદેશ કરતા સરકારી વિભાગમાં ભૂકંપ જ્યારે કામદાર આલમ તેમજ અરજદારના પરિવારમાં આનંદ છવાઈ ગયો હતો.

Share

Related posts

મતદાન બાદ વિવાદિત નેતા મધુ શ્રીવાસ્તવે કર્યો ચોંકાવનારો ખુલાસો, જણાવ્યું એમની ટિકિટ કપાવાનું કારણ

gujaratjanekta

ઝાલોદ નગર શ્રી રામના જય જયકાર સાથે ગુંજી ઉઠયા : શ્રી રામના રાજ્યાભિષેકને મંદિરોમાં ઘંટનાદ સાથે જનમેદની એ વધાવી એક બીજાને રામરાજ્યની શુભકામના આપતા જોવા મળ્યા

gujaratjanekta

ઝાલોદ પોલિસ રામનવમીના ઉત્સવને લઈ હાઈ એલર્ટ : ડ્રોન કેમેરા દ્વારા નગરની અગાસીઓ પર નિરીક્ષણ કર્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial