Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

પંચમહાલના ઇતિહાસમાં સૌ પ્રથમ : ગુજરાત મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં દુરબીનથી થયેલ કિડનીનું સફળ ઓપરેશન – જુઓ VIDEO

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે બામરોલી રોડ પર આવેલ ગુજરાત મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલમાં સૌ પ્રથમ વાર લેપ્રોસ્કોપી ની મદદથી કિડની બહાર કાઢી સફળ ઓપરેશન કરવામાં આવ્યું.

ગુજરાત મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ પાસેથી મળેલ માહિતી મુજબ તા. ૨૩/૦૧/૨૦૨૪ ના રોજ દર્દી પરસોત્તમભાઈ વી. રાજગોરની સર્જરી ગુજરાત મલ્ટિ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં કરવામાં આવી હતી જેમને તા. ૩૧/૦૧/૨૦૨૪ ના રોજ હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ પણ આપી દેવામાં આવ્યો.

ડૉ. પ્રગ્નેશ ભરપોડાએ જણાવ્યુ કે, સામાન્ય વર્ગમાંથી આવતા આ દર્દીને વારંવાર તાવ આવવો તેમજ પેટમાં દુખાવો થવાના કારણે સારવાર અર્થે આવ્યા હતા. એક મહિનાથી જુદી જુદી હોસ્પિટલોમાં ગયા હતા ત્યારબાદ ગત શનિવારના રોજ તપાસ માટે ગુજરાત મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં આવ્યા હતા. જ્યા તેમની સંપૂર્ણ તપાસ કરતા જાણવા મળ્યું કે તેમની ડાબી બાજુની કિડનીમાં પતરી હોવાને કારણે ફેલ થઈ ગઈ છે અને તેમાં પાક પણ ભરાઈ ગયો હતો. વધુમાં કિડનીમાં ઘણીબધી પતરી હોવાથી પાક કાઢવા કરતા કિડની કાઢવી જરૂરી હતી તેવુ જણાવવામાં આવ્યું હતુ. જેથી કરીને ઘરના સભ્યો – પરિવાર સાથે વાતચીત કર્યા બાદ ૪૮ કલાકમાં જ હોસ્પિટલમાં એડમિટ થયા હતા અને દુરબિન વડે ઓપરેશન કરવાનો નિર્ણય ડોકટરો દ્વારા લેવામાં આવ્યો હતો. ત્યારબાદ લેપ્રોસ્કોપી દુરબીનની મદદથી પંચમહાલ, મહીસાગર અને દાહોદ જીલ્લામાં થઈને સૌ પ્રથમવાર લેપ્રોસ્કોપી દુરબીનની મદદથી આ સર્જરી શક્ય બની હોય તેવી પ્રથમ ઘટના કહી શકાય. આમ મોટી ઉંમરના વ્યક્તિની સફળતાપૂર્વક કિડની બહાર કાઢવામાં આવી હતી જે ગોધરા સહિત પંચમહાલ જીલ્લા માટે ખુશીની વાત છે.

ઓપરેશન પછીના બે દિવસ બાદ સંપૂર્ણ સાજા થયા પછી અમને ડોક્ટરો દ્વારા ઘરે જવા માટે રજા આપવામાં આવી હતી. આ ઓપરેશનની સારવાર સફળતાપુર્વક પુર્ણ થતા દર્દી પરસોત્તમભાઈ વી. રાજગોરે ડોક્ટર પ્રગ્નેશ ભરપોડા અને હોસ્પિટલના તબીબોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.

Share

Related posts

શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયો બમ બમ ભોલે થી ગુંજી ઉઠ્યા

gujaratjanekta

ઝાલોદ તાલુકા માંથી પસાર થતા નેશનલ કોરિડોર હાઇવે થી નુકશાની માટે લડત લડનાર ખેડૂત આગેવાન પોલિસ દ્વારા અટકાયત કરાઈ

gujaratjanekta

કેશોદમાં પશુપાલન મંત્રીની જીત બાદ ઠેર ઠેર વિજય સરઘસ નીકળ્યું હતું

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial