Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

સમગ્ર શિક્ષા, ગુજરાત દ્વારા વડોદરા જિલ્લાની કુલ ૧૦૫૩ જેટલી SMC અને ૧૬ જેટલી SMDCના સભ્યોને તાલીમ આપવામાં આવી

સમગ્ર શિક્ષા, ગુજરાત દ્વારા શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના સભ્યો તથા શાળા સંચાલન અને વિકાસ સમિતિ (SMDC)ના સભ્યોને બાયસેગના માધ્યમથી ઓનલાઈન અને ઓફલાઈન મોડથી તાલીમ આપવામાં આવી હતી.આ તાલીમમાં વડોદરા જિલ્લાની કુલ ૧૦૫૩ જેટલી SMC અને ૧૬ જેટલી SMDC ના સભ્યોએ હાજર રહી તાલીમ મેળવી હતી.

        જેમાં રાજ્ય કક્ષાએથી સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. રતનકવર ગઢવીચારણ, સચિવ શ્રી મહેશભાઇ મહેતા સમગ્ર શિક્ષાના માર્ગદર્શન અને કયુ સેલના સંકલનથી વિવિધ શાખાના નિષ્ણાતો દ્વારા SMC તથા SMDC ના સભ્યોને કાર્યો અને ફરજો, શાળા વિકાસ યોજના, શૈક્ષણિક ગુણવત્તા સુધારણા માટેના કાર્યક્રમો, માળખાકીય અને ડીઝીટલ સુવિધાઓ, દિવ્યાંગ બાળકોનું શિક્ષણ, કન્યા શિક્ષણ, શાળા આપત્તિ અને વ્યવસ્થાપન, વોકેશનલ એજ્યુકેશન અને શાળા બહારના બાળકોનું શિક્ષણ તેમજ અન્ય શૈક્ષણિક પ્રયાસો બાબતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

        જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રોજેક્ટ કૉ-ઓડીનેટરશ્રી આર.આર.વ્યાસના માર્ગદર્શન હેઠળ જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ, બી.આર.સી.-સી.આર.સી કૉ-ઓર્ડીનેટર તેમજ સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા અને તાલુકા કચેરીમાં કામગીરી કરતા તમામ શાખાઓનાં કૉ-ઓર્ડીનેટરશ્રી અને કર્મચારીશ્રીઓએ શાળા કક્ષાએ ઉપસ્થિત રહી ઓનલાઈન તાલીમ બાદ બેઠક યોજી સમગ્ર શિક્ષા અંતર્ગત સરકારશ્રીની યોજનાઓ વિષે, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ વિશે માર્ગદર્શન/ જાણકારી/ માહિતી આપી હતી.

        જિલ્લા કક્ષાએથી સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાકેશ સુથાર, મદદનીશ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર (ક્યુઈએમ) સમગ્ર શિક્ષા દ્વારા કરવામાં આવ્યું હતું.

Share

Related posts

ત્રણેય સભાની અંદર વડાપ્રધાને જૂનો નારો યાદ કરતા કહ્યું, અબ કી બાર… લોકોએ કહ્યું મોદી સરકાર…

Admin

વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ પર અચીવર પ્રિ સાયન્સ સ્કૂલ , લીમડીના 200થી વધારે વિદ્યાર્થીઓએ પિન હોલ કેમેરા બનાવી કેમેરાની રચના સમજી.

gujaratjanekta

વડોદરામાં PM મોદીની સભા સ્થળ બહાર મુકાયેલું 71 ફુટ ઉંચુ કટાઉટ ફાટ્યું, હલકી કામગીરી ખુલ્લી પડી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial