Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ઘરનાં વીજ બિલનાં નાણા બાકી : ડોનનો ખોફ બતાવી કર્મચારીની સામે થનાર વ્યક્તિની ખુલ્લેઆમ દાદાગીરી !?

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

કાલોલ તાલુકામાં ગેકયદેસર વ્યાજ ખોરોનો હવાલો વસુલ કરવો, બિનઅધિકૃત નાણાંની ઉઘરાણી, જાહેર લૂટ, ખંડણી, ધંધાદારીઓને રંજડવા, છેડતી, દારૂ નો વ્યાપાર જેવી પ્રવૃત્તિઓ કરી મજા માણતા અને પોતે કાલોલમાં ડોનનો ખોફ જમાવી પોલીસની આંખોમાં ધૂળ જાખી રોફ જમાવતા અને ગેરકાયદેસર કામો કરી પ્રજામાં ડર ઊભો કરતી કાલોલની એક કુખ્યાત ગેંગના બે માથાભારે સાગરીતો સામે કાલોલ પોલીસ મથકે વધુ એક ગુનો નોંધાયો છે.

મધ્ય ગુજરાત વીજ કંપની લિ.ની કાલોલ કચેરીમાં ઘૂસી જઈ કંપનીના અધિકારીઓ, કર્મચારીઓને બાનમાં લઈ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપવા તેમજ કંપનીની મિલકતોને નુકશાન પહોંચાડવાના આરોપો સાથે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે રાબેતા મુજબની કામગીરી હાથધરી છે. હાલ દિવાળીના તહેવારો ટાણે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજળી બિલના બાકી નાણાંની વસુલાત કામગીરી પુર જોશમાં આરંભી છે. ત્યારે આવી જ એક કામગીરી અંતર્ગત કાલોલ તાલુકાના ડેરોલગામ સ્થિત ભવૈયા ફડીયા વિસ્તારના વીજ ગ્રાહક ભગવતીપ્રસાદ સોનીને ત્યાં પહોંચેલી વસુલાત ટીમે વીજ ગ્રાહક પાસે બાકી નીકળતા નાણાંની માંગણી કરતા તેમજ વીજ જોડાણ કાપી નાખવાની તજવીજ હાથ ધરતા તે પરિવારનો અને કાલોલ તાલુકામાં ડોન હોવાનો ખોફ રાખતો અક્ષય સોની ઉર્ફે અન્નો અને કાલોલ નગરમાં રહેતો તેનો સાગરીત રાજુ રાવળ ઉર્ફે બજાજ સ્થળ પર હાજર હતા. તે સમય દરમ્યાન પોતે ડોન હોવાનો ખોફ રાખી લોકોએ રંજાળતા બે માથાભારે ઇસમો તરીકે ઓળખાવી વીજ કર્મચારીઓ સાથે અસભ્ય વર્તન કરી ધાક ધમકીઓ,ગાળો આપી વીજ કનેક્શન કાપવા દીધેલ નહિ અને કનેક્શન કાપવા નો હુકમ ઝૂંટવી લીધો અને ફોન કરીને નાયબ ઇજનેર ને પણ ધમકી આપી જે અંગે વસુલાત કર્મચારી એ કાલોલ ઓફિસે રજૂઆત કરવા જણાવતા ઉપરોક્ત બંને ઈસમોએ બપોરના સુમારે ત્યાં પહોંચી ફરી એક વખત પોતાને ડોન તરીકે ઓળખાવી અમારું કનેક્શન કાપવા કેમ મોકલો છો તેવી ઉગ્ર રજૂઆતો કરી ઉશ્કેરાઈ જઈ મધ્ય ગુજરાત વીજ કંપનીના જુનિયર એન્જિનિયર વિપુલ પટેલ તેમજ નાયબ ઇજનેર માલીવાડ સાથે હાથાપાઈ કરી કુટુંબ સાથે જાનથી મારી નાખવાની ધમકીઓ આપી મારામારી કરી કેબિનના કાચ તોડી ભયનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. જે અંગેની હકીકતો સાથે સ્થાનિક વીજ કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ કાલોલ પોલીસ મથકે પહોચી જુનિયર ઇજનેર વિપુલ પટેલ દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કામગીરી હાથ ધરી ગણતરીના કલાકોમાં સાગરીત રાજુ રાવળ ઉર્ફે બજાજ ને પોલીસે દબોચી લીધો છે.
ઉલ્લેખનીય છે કે કાલોલ નગર અને તાલુકા વિસ્તારમાં ખોટી રીતે પ્રજાને રંગાળવામાં માહિત ગાર બનેલ ટોળકી ડોન હોવાનો ખોફ જમાવી ખુલ્લેઆમ ઠેકા જમાવી ખોટી પ્રવૃત્તિને વેગ આપી રહ્યાં છે. તદુપરાંત માંથાભારે શખ્સથી પ્રજા પણ ત્રાસ પામી ગઈ છે પણ માથે ટોપલો મૂકે કોણ ? તેવી માનસિકતા રાખી પ્રજા પણ ચૂપ બેઠી છે. પરંતુ પોલીસ પણ મુક પ્રેક્ષક કેમ બની રહી છે ?
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પંચમહાલ જિલ્લા કલેકટરની અધ્યક્ષતા મળેલ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં સરકારી,અર્ધસરકારી કે નિગમની કચેરીઓના રોજિંદા કામકાજમાં અવરોધ ઊભો કરતા તત્વો તેમજ સભ્ય સમાજને નુકશાન પહોચાડતા તત્વો સામે કોઈ પણ પ્રકારની શેહ શરમ રાખ્યા વગર સખત પોલીસ અને કાનૂની કાર્યવાહી કરવા નિર્ણયો લેવાયા હતા ત્યારે કાલોલ તાલુકા માટે શિરદર્દ સમાં અને રાજકીય પીઠબળ ધરાવતા આ તત્વો સામે સ્થાનિક પોલીસ નિષ્પક્ષ કામગીરી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Share

Related posts

ઝાલોદ સીમાવર્તી બ્રહ્મ સમાજ દ્વારા સામાજિક કાર્યકર્તા એવા ઇલાબેનને રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં એવોર્ડ મળતા તેમનું બહુમાન કરાયું .

gujaratjanekta

દેવગઢ બારિયા કોલેજમાં પ્રો.બી.એફ મકરાણી સાહેબનો વિદાય સમારંભ યોજાયો

gujaratjanekta

ફતેપુરા મામલતદાર નો સપાટો ફતેપુરા તાલુકાના બલૈયા ગામે થી પસાર થતી ગેરકાયદેસર સફેદ રેતી ભરી બિનઅધિકૃત ટ્રક જપ્ત કરી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial