Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

ગોધરામાં સૌપ્રથમવાર એશિયન પેઇન્ટ્સએ રજૂ કર્યો તેનો સર્વપ્રથમ ‘બ્યુટીફૂલ હોમ્સ’ સ્ટોરએશિયન પેઇન્ટ્સ – જુઓ વધુમાં

ગોધરા, ઓક્ટોબર 10, 2023: ભારતની સૌથી મોટી પેઇન્ટ અને ડેકોર કંપની, એશિયન પેઇન્ટ્સ દ્વારા ગોધરામાં તેના પ્રિમિયમ ‘બ્યુટીફૂલ હોમ્સ’ – એક મલ્ટી-કેટેગરી ડેકોર શોરૂમની રજૂઆત કરવામાં આવી. શહેરના સાપા રોડ પર શ્રીનાથજી એન્ટરપ્રાઈઝ ખાતે સ્થિત એશિયન પેઇન્ટ્સ બ્યુટીફૂલ હોમ્સ એ ટેકનોલોજીકલ ટ્રેન્ડ્સની સાથે એક અલગ જ ખરીદીનો અનુભવ ઓફર કરે છે, તેની સાથોસાથ ગ્રાહકોને સ્ટોર ખાતે, આકર્ષક સર્વિસ અને અનુભવ મળશે. આજે અત્યાધુનિક સ્ટોરનું ઉદ્દઘાટન અમિત સિંગલ, મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ, એશિયન પેઇન્ટ્સ દ્વારા કરવામાં આવ્યું છે. આ સ્ટોરમાં રહેણાંકની સાથોસાથ કોમર્શિયલ સ્થળ માટે એક કરતા વધુ શ્રેણીની વિવિધ પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરવામાં આવી છે.

ગોધરામાં 4027 ચોરસ ફૂટમાં ફેલાયેલો આ બ્યુટીફૂલ હોમ્સ સ્ટોરએ ગ્રાહકોને સમગ્ર હોમની શ્રેણી- પેઇન્ટ્સ અને વોલપેપર, વોર્ડરોબ્સ, બાથ ફિટિંગ્સ, સોફા ફર્નિશિંગ, ફર્નિચર, ટાઇલ્સ, વૂડન ફ્લોરિંગ, હોમ, ઓટોમેશન અને અન્ય ઘણી શ્રેણીમાં પ્રોડક્ટ્સની વિશાળ રેન્જ રજૂ કરશે. આ શોરૂમમાં પેઇન્ટ્સ અને ડેકોર જાયન્ટ દ્વારા તાજેતરના હસ્તગત અને ભાગીદારીનું સંયોજન રજૂ કરવામાં આવ્યું છે. મુલાકાતીઓ વ્હાઈટટીકનું ડેકોરેટિવ લાઈટનિંગ કલેક્શન અને વેધરસીલના યુપીવીસીની બારીઓ તથા ડોર સિસ્ટમ્સની વિશાળ રેન્જ પણ જોઈ શકે છે.

એક ‘ફિજિટલ’ (ફિઝીકલ અને ડિઝીટલ) અનુભવને ધ્યાને લઈને આ સ્ટોર ગ્રાહકોને તેમની ઘરની સજાવટ જરૂરિયાતો અનુરૂપ યોગ્ય અને ઝડપી નિર્ણય લેવામાં મદદ કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. તે ગ્રાહકોને તેમના ઘરને વિઝ્યુલાઈઝ કરવામાં મદદ કરીને તેમને ખરીદી પહેલા જ યોગ્ય ડેકોર તથા ડિઝાઈનની પસંદગી કરવામાં સમર્થ બનાવે છે. સુંદર હોમ સ્ટોરમાં નિષ્ણાંતો દ્વારા કન્સલ્ટેશન પણ પૂરું પાડવામાં આવે છે, જેના દ્વારા તેમને અત્યાધુનિક ડિઝાઈન પૂરી પાડીને ગ્રાહકોના સપનાનું ઘર તેમના જીવન સુધી પહોંચાડે છે.

ડેકોર અને ફર્નિશિંગની વાત આવે તો, ગોધરાએ એક ઝડપી વિકસતું બજાર છે. બજારમાં ડેકોરેટિવ પ્રોડક્ટ્સની માંગ વધી રહી છે અને તેઓ તેમના ઘર માટે એક જ સ્થળે સતત નવી પ્રોડક્ટ્સ, ડિઝાઈન, પૂરવઠા તથા આઇડિયાઓ ઇચ્છે છે. આ જ જરૂરિયાતને ધ્યાને રાખીને એશિયન પેઇન્ટ્સએ શહેરમાં તેનો સર્વપ્રથમ બ્યુટિફૂલ હોમ્સ સ્ટોર રજૂ કર્યો છે, જે શહેરના લોકો માટે ઇન્ટિરિયર અને એક્ટિરિયર ડેકોરની ઊંડી સમજણ લઇને આવશે.

Share

Related posts

ચંદીગઢ મુકામે એપ્રિલ રવિવારે , સેવા ભારતી ભવન , સેક્ટર 29 માં આરોગ્ય ભારતી ની એક દિવસીય ક્ષેત્રીય કાર્ય શાળા યોજાઈ .

gujaratjanekta

શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદમાં C.W.D.C અંતર્ગત ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન

gujaratjanekta

લુહારવાડા મીત્ર મંડળ (વાયરસ ગ્રુપ ) સંચાલિત અંબાજી પગપાળા સંઘ ના 25 વર્ષ પૂર્ણ થતાં ધુમાધામ પૂર્વક બોલ માડી અંબે જય જય અંબે ના નારા ગુંજાવતા રવાનગી..

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial