પંકજ પંડિત
આજ રોજ ઝાલોદ તાલુકાની ડુંગરી પગાર કેન્દ્ર માં આવેલ લાખ ફળિયા પ્રાથમિક શાળા માંથી ચાર વિધાર્થીઓએ ઓપન આદિવાસી એથલેટિક ટુર્નામેન્ટ ગોધરા ખાતે ભાગ લઈ વિજય બન્યા હતા. જે અંતર્ગત ગોળાફેકમાં છાયાબેન પ્રથમ ક્રમાંકે વિજેતા થયા હતા.જ્યારે કિંજલ બેને બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યા હતો. જ્યારે 200 મીટર દોડમાં કિંજલબેન પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આમ બે ગોલ મેડલ અને એક સિલ્વર મેડલ મેળવતા શાળા પરિવાર માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આવનાર સમયમાં બંને વિધાર્થિનીઓ નેશનલ કક્ષાએ રમવા જશે.

