Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

દાહોદ જિલ્લાના કતવારા મુકામે થી નકલી નોટ સાથે બે આરોપીને પકડી પાડતી દાહોદ એસ.ઓ.જી શાખા

પંકજ પંડિત

ઝાલોદ સારમારિયા અને નાની ખરજ દાહોદના એક એક આરોપી થઇ કુલ બે આરોપી ફરાર

૫૦૦ રૂપિયાની ૧૦૧૫ નોટો થઇ કુલ ૫૦૭૫૦૦ ની નકલી નોટો ઝડપાઇ

દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષક ડૉ રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ ગુનાહિત પ્રવૃત્તિ કરનારા પર સતત વોચ રાખી ઝડપી પાડવાનાની કામગીરી દાહોદ એસ.ઓ.જી પોલીસને સોપેલ હતી. તે અન્વયે દાહોદ એસ.ઓ.જી શાખાના પો.ઇ એસ.એમ.ગામેતીને અંગત બાતમી મળેલ હતી કે બે ઇસમો ભારતીય ચલણની નકલી નોટો લઈ ફરી રહેલ છે આ બાતમીને આધારે દાહોદ એસ.ઓ.જી પોલિસ દ્વારા કતવારા મુકામે વોચ ગોઠવી બાતમી વાળા ઇસમો આવતા બે ઇસમોને ઝડપી પાડવામાં આવેલ હતા. આ બંને ઇસમો કમલેશ ટીટુ સંગાડા ( ઇટાવા, દાહોદ) અને મંગળીયા મનુ ડામોર ( તરવાડીયાવજા , દાહોદ) પાસેથી ૫૦૦ ના દરની ભારતીય બનાવટની કલર ઝેરોક્ષ ૧૦૧૫ નંગ નકલી નોટો ઝડપી પાડી હતી જેની કિમત આસરે ૫૦૭૫૦૦ રૂપિયા છે.
આ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા બે અન્ય ઇસમો ફરાર છે જે શૈલેષ માનસીંગ વહોનીયા ( સારમારીયા ,ઝાલોદ ) , હિમસીંગ નરસુ ગણાવા ( નાની ખરજ ,દાહોદ) જેમને પકડવાના ચક્રો દાહોદ એસ.ઓ.જી પોલિસ દ્વારા કરવામાં આવેલ છે. આમ દાહોદ એસ.ઓ.જી ના પો.ઇ એસ.એમ.ગામીતે દ્વારા સ્ટાફને સાથે રાખી ગુનેગારોને ઝડપી પાડવામાં સફળતા મેળવેલ છે.

Share

Related posts

પરશુરામ જયંતિ નિમિત્તે ગોધરા ખાતે શોભાયાત્રાને પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

gujaratjanekta

ગરબાડા તાલુકામાં મીનાક્યાર ગ્રામ પંચાયત ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત આરોગ્ય ચકાસણી શિબિર યોજાઈ

gujaratjanekta

ઓબ્ઝવર્સઓની ઉપસ્થિતિમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ સંદર્ભે નોડલ અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠક યોજાઇ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial