Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ ધર્મ દર્શન / રાશિફળ

વડોદરામાં કારેલીબાગ વિસ્તારના વિશાળ મેદાનમાં “શ્રી નવશક્તિ ગરબા મહોત્સવ” નું ભવ્ય આયોજન : ખેલૈયાઓ ગરબે ઘૂમવા આતુર

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

વડોદરા જિલ્લામાં અનેક ઉત્સવો નું આયોજન થાય છે ત્યારે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમાજ સેવક કમલેશ પરમાર દ્વારા કારેલીબાગમાં આનંદ નગર પાસેના બી.જી.પટેલ ગ્રાઉન્ડમાં વિશાળ પારંપારિક “શ્રી નવશક્તિ” ગરબા મહોત્સવ 2023 નું ભવ્ય આયોજન થઇ રહ્યું છે.

ગરબા પ્રેમીઓ માટે અને માતાજીની આરાધના કરનાર વડોદરા વાસીઓ માટે સોનામાં સુંગધ ભરે તેવો અવસર એટલે ” શ્રી નવશક્તિ ગરબા મહોત્સવ ના ગરબા”

એક તરફ ખેલૈયાઓ દ્વારા વડોદરામાં ગરબાની તૈયારીઓના જોરશોરથી ચાલુ થઈ ગઈ છે ત્યારે ગરબા આયોજકો પણ સમયની માંગ પ્રમાણે હવે મેદાનને તૈયાર કરી રહ્યા છે. ખાસ કરીને વરસાદની આગાહીના કારણે આયોજકો ટેન્શનમાં છે ત્યારે હવે તેઓ મેદાન પર એવી વ્યવસ્થા કરી રહ્યા છે કે વરસાદ પડે તો પણ ગણતરીની મિનિટોમાં પાણીનો નિકાલ થઈ જાય.

હવે ખેલૈયાઓ પણ મેદાનમાં મળતી સુવિધા ને ધ્યાનમાં રાખીને જ પાસ ખરીદી કરી રહ્યા હોવાથી આયોજકો પણ બને તેટલી વધુ સુવિધા ગરબા ગ્રાઉન્ડ ઉપર ઊભી કરી રહ્યા છે.

નર્સિંગ એસોસિએશન વડોદરાના પ્રમુખ અને સમાજસેવક કમલેશભાઈ પરમાર દ્વારા છેલ્લા સાત વર્ષથી કારેલીબાગમાં આનંદ નગર પાસેના બી.જી.પટેલ ગ્રાઉન્ડ ઉપર શ્રી નવશક્તિ ગરબાનું સુંદર આયોજન કરી રહ્યા છે. આ વખતે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની પરર્ફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીના પૂર્વ ડીન અને ગાયનમાં પીએચડી કરનાર પંકજ રાજ શ્રી નવશક્તિમાં તેમના ગ્રુપ શેફાલી રાજ અને અનુષ્કા પંડિત સાથે ધૂમ મચાવશે. આયોજકો દ્વારા અંગદાન અને વ્યસનમુક્તિ વિશે જાગૃતિ લાવવા ગરબામાં વિશેષ થીમ પણ રાખવામાં આવી છે તેમ કમલેશભાઈ પરમારે જણાવ્યું હતું. 

Share

Related posts

સામૂહિક આરોગ્ય કેન્દ્ર લીમડી ખાતે કરાઇ હાયપરટેન્શન દિવસની ઉજવણી

gujaratjanekta

આણંદ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંથી જાણો સૌથી વધુ મતો કોના

Admin

મિશન હાયર સેકન્ડરીમાં શાળા સુરક્ષા તેમજ મહિલા સલામતી માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial