Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

સામાજીક વનીકરણ વિભાગ, દાહોદ ઘ્વારા કિસાન શિબિર અને એફ.પી.ઓ. માર્ગદર્શન કાર્યશાળા યોજાઇ

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

સામાજીક વનીકરણ વિભાગ, દાહોદ ઘ્વારા આજ રોજ તા. ૦૩/૧૦/ર૦ર૩ ના વન ચેતના કેન્દ્ર રાબડાલ, દાહોદ ખાતે ર્ડા. ટી. કરૂપ્પાસામી, વન સંરક્ષકશ્રી, સામાજીક વનીકરણ વર્તુળ, ગોઘરાના અઘ્યક્ષ સ્થાને તથા શ્રી અમિતકુમાર બી.નાયક, નાયબ વન સંરક્ષકશ્રી, સામાજીક વનીકરણ વિભાગ, દાહોદ તથા ર્ડા.મીનલ જાની, નાયબ વન સંરક્ષકશ્રી, સામાજીક વનીકરણ વિભાગ, ગોઘરાની ઉ૫સ્થિતીમાં વન વિભાગની વિવિઘ ખેડુલ લક્ષી યોજનાઓના માર્ગદર્શન તેમજ એફ.પી.ઓ. ની કાર્યશાળાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ શિબિરમાં દાહોદ જીલ્લાના ૧૦૦ થી વઘુ ખેડુતોએ ભાગ લીઘેલ હતો. ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ, મેરીનો પ્લાયવુડ અને ગ્રીન પ્લાય ઇન્ડસ્ટ્રિના પ્રતિનિઘીઓ ઘ્વારા લાકડા આઘારિત ખેતીમાંથી વઘુમાં વઘુ કઇ રીતે ઉત્પાદન મેળવી શકાય તે બાબતે માર્ગદર્શન આ૫વામાં આવ્યુ હતુ. તદૃઉ૫રાંત એફ.પી.ઓ.થકી માલનુ વેચાણ કરી ઉચા ભાવ મેળવવા અને કાર્બન ક્રેડટ થકી આવકમાં વઘારો કરવા બાબતે ખેડુતોને સમજ આ૫વામાં આવી હતી.

Share

Related posts

સતત ચોથા વર્ષે પણ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે નીલકંઠેશ્વર મહાદેવ ગોધરા રોડ દાહોદ ખાતે થી ૐ નમઃ શિવાયના નાદ સાથે શિવજીની સવારી કાઢવામાં આવી હતી.

gujaratjanekta

વાગધર સંસ્થા દ્વારા ઝાલોદ તાલુકાના વઘેલા ગામમાં પરંપરાગત બીજ આદાન-પ્રદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

ચૂંટણી અધિકારી ઓ તથા મદદનીશ ચુંટણી અધિકારી ઓને મેજીસ્ટ્રીયલ અધિકારો અપાયા

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial