Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગુજરાત ઈલેક્શન 2022 : ગોધરામાં વિદ્યાર્થીઓએ મતદાન કરવા કર્યો સંકલ્પ

સંકેત પંડ્યા – એડિટર

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે વેઢે ગણાય તેટલા દિવસ છેટી છે ત્યારે ગુજરાતમાં લોકો મહત્તમ મતદાન કરે તે માટે વિવિધ જાગૃતિના કાર્યક્રમ થઇ રહ્યા છે. આ વર્ષ દર વર્ષની માફક યુવા મતદારો વધુ મતદાન કરે તે માટે જુદા જુદા જિલ્લાના કલેકટર અને ચૂંટણી પંચ દ્વારા વિવિધ કાર્યક્રમોથી યુવા મતદારોને મતદાનની જાગૃતિ તેમજ યોગ્ય માર્ગદર્શન મળે તે માટે પંચમહાલના ગોધરામાં આવેલી શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને સંકલ્પપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં યુવા મતદારો મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેમજ યુવા મતદારોમાં મતદાન અંગેની કેળવણી જળવાઈ રહે  તે માટે ગોધરા કલેકટરના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને સંકલ્પ પાત્રો આપવામાં આવ્યા હતા. આ સંકલ્પપાત્રોમાં વિદ્યાર્થીઓને મતદાન માટે યોગ્ય માર્ગદર્શન આપીને જણાવ્યું હતું કે કોઈ પણ જ્ઞાતિ, ધર્મ, જાતિ પર ધ્યાનમાં રાખ્યા વગર જ યોગ્ય મતદાન કરવું તેમજ તમારું મતદાન ગુપ્ત રાખવું જોઈએ જેથી કોઈને પણ મતદાન અંગે જાણ ન થાય.

ગુજરાતમાં ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મ પરત  લેવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો જેથી હવે પ્રથમ તબક્કાનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમ થઇ રહ્યો છે. ગુજરાતમાં જુદા જુદા ત્રણ રાજ્યના મુખ્યમંત્રી ઉપરાંત મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ગુજરાતમાં ચાર જગ્યાએ સભા ગજવશે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી ભારતી પવાર પણ ચૂંટણીના પ્રચાર માટે 2 રેલી કાઢશે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું મુખ્ય લક્ષ્ય સૌરાષ્ટ્રની બેઠક જીતવાનું છે ત્યારે મોરબી જિલ્લામાં આ રેલી મહત્વનો ભાગ ભજવશે. ગુજરાતમાં આ વર્ષે ભારતીય જનતા પાર્ટી સામે અનેક પ્રશ્નો અને ભારે નારાજગી જોવા મળી રહી છે તે ઉપરાંત મોરબીમાં પુલ દુર્ઘટનાએ પણ શાશક પક્ષ પર છાટા ઉડાડ્યા છે.

Share

Related posts

મુખ્યમંત્રી વિક્રમ સંવત ૨૦૭૯ ના નૂતન વર્ષ પ્રારંભ દિવસે ગાંધીનગર-અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છા આપ-લે કરી

gujaratjanekta

જામનગર: 14-15 જાન્યુઆરીએ દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂ જામનગર આવશે, તડામાર તૈયારીઓ શરૂ

Admin

રાજ્ય કક્ષાએ ભૂલકા મેળા- ૨૦૨૪ અંતર્ગત દાહોદ જિલ્લાની સર્વ શ્રેષ્ઠ TLM કૃતિ દ્રિતીય નંબર સાથે વિજેતા થઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial