Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

સિંગવડ તાલુકામાં તાલુકા કક્ષાનુ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

રમેશ પટેલ

જશ્સવંતસિંહ એસ ભાભોર સાહેબ (માનનીય પૂર્વ કેન્દ્રીય મંત્રી ભારત સરકાર તથા સાંસદશ્રી દાહોદ)ના અધ્યક્ષ સ્થાને G.C.E.R.T. ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- માર્ગદર્શિત તેમજ તાલુકા શિક્ષણ સમિતિ સિંગવડ અને બી.આર.સી. ભવન સીંગવડના સંયુકત ઉપક્રમે આયોજિત તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2023 છાપરવડ પે સેન્ટર શાળામાં કરવામાં કરવામાં આવ્યું.

મુખ્ય મહેમાન શ્રી શૈલેષભાઈ ભાભોર (માનનીય ધારાસભ્યશ્રી, લીમખેડા), નારસિંગભાઈ પરમાર(પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી), રુચિતાબેન રાજ (ભારતીય જનતા પાર્ટી તાલુકા સિંગવડ પ્રભારી), ગોવિંદભાઇ વહોનિયા (તાલુકા પંચાયત પ્રમુખશ્રી, સીંગવડ), અતિથિ વિશેષ , આર.જે.મુનિયા (પ્રાચાર્યશ્રી, ડાયટ દાહોદ), નૈલેષભાઇ ડી. મુનિયા (જિલ્લા પ્રા.શિક્ષણાધિકારીશ્રી દાહોદ),સરદારભાઇ જે.ડામોર (લાયઝન અધિકારી), શ્રી સુરતાનભાઇ કટારા(જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ), દેસિંગભાઈ તડવી (જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દાહોદ અધ્યક્ષ), જીલ્લા શિક્ષક સંઘ દાહોદ ના ઉપપ્રમુખ રવીન્દ્રભાઇ પલાસ અને સંગઠન મંત્રીશ્રી અર્જુનભાઇ બારીયા, સહમંત્રી હિંમતભાઈ પરમાર, ,રમણભાઈ બારીઆ(તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ), પીયૂષ કુમાર ચરપોટ (તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ સિંગવડ અધ્યક્ષ), રાજેન્દ્રભાઈ બારીયા (જીલ્લા શૈક્ષીક મહાસંઘ પ્રચારમંત્રી), લલિતભાઈ ડામોર (સંગઠન મંત્રી,તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ સિંગવડ),ભરતભાઈ કટારા(તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ સિંગવડ મંત્રી), જીલ્લા તાલુકાના શિક્ષકોના બંને સંઘના હોદ્દેદાર શિક્ષકશ્રીઓ,જીલ્લા પંચાયત સદસ્ય તથા તાલુકા પંચાયના સદસ્ય, સરપંચશ્રીઓ,સામાજીક કાર્યકર, નિવૃત્ત થયેલ કર્મચારી તથા આયોજક શ્રી કે. એલ. ભરવાડ (તાલુકા પ્રા. શિક્ષણાધિકારી- સીંગવડ) અને સામજીભાઈ બી. કામોળ (બી.આર.સી.કો. ઓર્ડીનેટર- સીંગવડ) તથા પગાર કેન્દ્ર આચાર્યશ્રીઓ, સી આર સી કો ઓર્ડીનેટર , આચાર્યશ્રી ઓ ,શિક્ષકો, ગ્રામજનો , બાળ વૈજ્ઞાનિકો, વિધાર્થીઓની ઉપસ્થિતિમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં પાંચ વિભાગો માં 110 બાળ-વૈજ્ઞાનિકોએ 55 જેટલી કૃતિઓ રજૂ કરી હતી. ભોજનના દાતા શ્રી ગોવિંદભાઈ વહોનીયા(તાલુકા પંચાયત પ્રમુખશ્રી સિંગવડ)દ્વારા સમગ્ર બાળ વૈજ્ઞાનિકો અને આમંત્રિત મહેમાનોને સ્વરુચિ ભર્યું ભોજનનો લાભ આપી ખૂબ સારો એવો સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભવોએ,શિક્ષકોના બંને સંઘના પ્રમુખ/મંત્રી અને હોદેદાર શિક્ષકોએ, પગાર કેન્દ્ર આચાર્યશ્રીઓ એ, સી આર સી કો શ્રી ઓ એ, આઇ ઇ ડી સ્ટાફ , આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રી ઓએ, નિર્ણાયકશ્રીઓએ, ગ્રામજનોએ તેમજ છાપરવડ શાળા પરિવાર દ્વારા ઉત્સાહપૂર્વક સહયોગ આપી સુંદર આયોજન કરવામાં આવ્યું

શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબે તેમના આશીર્વચનમાં અભિનંદન સાથે જણાવ્યું કે તાજેતરમાં ચંદ્રયાનના સફળ લોન્ચિંગમાં દાહોદ જિલ્લાએ પોતાનો ડંકો વગાડ્યો છે એવા ઝાલોદ તાલુકાના ગરાડુ ગામના અશોકભાઈ મુનિયા અને ચન્દ્રયાન-3ના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI)નું કોડિંગ તૈયાર કરવાનું યોગદાન દાહોદ નગર પાલિકામાં મેલેરિયા વિભાગના સુપરવાઇઝર હિતેશભાઇ પુરાણીના પુત્ર ડો. યુગ પુરાણીએ આપ્યું.આ મિત્રોએ સાબિત કર્યું છે દાહોદ જિલ્લામાં પણ વૈજ્ઞાનિકો પેદા થવાની એક તાકાત છે. વિશેષમાં સિંગવડ તાલુકાની પહાડ પ્રાથમિક શાળાના બે શ્રેષ્ઠ અસિસ્ટન શિક્ષકો પ્રકાશભાઈ આચાર્ય અને સંજયકુમાર વાળંદનું સાલ ઓઢાડી સન્માન કરવામાં કર્યું. સમગ્ર કાર્યક્રમનું સંકલન શ્રી હિરેનભાઈ પ્રજાપતિ અને સંચાલન શ્રી કાંતિભાઈ સેલોત દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું.

સમગ્ર કાર્યક્રમને અંતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનના પાંચ વિભાગોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ બાળ વૈજ્ઞાનિકોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. ઉપસ્થિત તમામ પદાધિકારીઓ,અધિકારીઓ, અને ઉપસ્થિત સૌએ આ બાળકોને ખુબ ખુબ હાર્દિક અભિનંદન પાઠવી શુભકામના પાઠવી હતી.આગામી સમયમાં પ્રથમ ક્રમે આવેલ બાળ વૈજ્ઞાનિકો જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સિંગવડ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.

Share

Related posts

ફતેપુરા તાલુકાના જવેસી ગામે કડાણા થી દાહોદ જતી પાણીની પાઇપલાઇન માંથી વેડફાતા પાણીના કારણે નિરાધાર વિધવા મહિલાનાં ખેતરો બિનખેતી બન્યા

gujaratjanekta

ઝાલોદ નગર કેળવણી મંડળ સંચાલિત બી.એમ સ્કૂલનું પરિણામ 89.37% અને પી.વી પટેલ. ગર્લ્સ હાઇસ્કુલનું પરિણામ 98.98% વિક્રમ જનક પરિણામ

gujaratjanekta

ભાવનગર માં રખડતા ઢોરના કારણે જેસર પંથકમાં એક વૃદ્ધને ગંભીર ઇજા પહોંચી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial