Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ઝાલોદ ભાજપ મહિલા મોરચા દ્વારા લોકસભામાં નારી શક્તિ વંદન અધિનિયમ બિલ લોસભામાં પાસ થતા ઉજવણી કરાઈ

પંકજ પંડિત
બસ્ટેશન વિસ્તારમાં ફટાકડા ફોડી મહિલાઓ એ આભાર અભિનંદન ઉત્સવ ઉજવ્યો

ગણેશ ચતુર્થીના દિવસે નવા સંસદ ભવનમાં મંગળવારથી કામગીરીનો પ્રારંભ કરવામાં આવેલ હતો. નવા સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવેલ હતું. આ બિલને વડાપ્રધાન દ્વારા નારી શક્તિ વંદન કાયદો નામ આપેલ હતું. આ બિલને નવાં સંસદ ભવનમાં મુકાતા જ સર્વ સાંસદો દ્વારા સર્વ સંમતિ થી આ કાયદો પાસ કરવામાં આવેલ હતો. આ બિલ પાસ થતા જ દેશભરની મહિલાઓ દ્વારા આ બિલ પાસ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.
ઝાલોદ મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નારી શક્તિ વંદન બિલને વધાવી લેતા તેની ઉજવણી બસ સ્ટેશન વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલ ચોક ખાતે કરવામાં આવી હતી. ભારતીય મહિલાઓ માટે સંસદમાં વડાપ્રધાન દ્વારા નારીને સન્માન આપે તેવો કાયદો બનાવાતા ફટાકડા ફોડીને આ બિલને મહિલા મોરચા દ્વારા વધાવી લેવામાં આવ્યો હતો. ઝાલોદ શહેર મહિલા મોરચા દ્વારા આભાર અભિનંદન ઉત્સવ ઉજવવામાં આવેલ હતો અને ભાજપ મહિલા મોરચા દ્વારા નરેન્દ્ર મોદી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ના નારા લગાવ્યા હતા.
સાથે સાથે ભાજપ મહિલા મોરચા દ્વારા રામસાગર તળાવમાં સારા વરસાદને લઈ નવું નીર આવતા તેના પૂજન અર્ચન કરી વધામણાં કરવામાં આવેલ હતુ.

Share

Related posts

ટાટાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર : ફીચર્સ અને કિંમત જોઈને કહેશો કે આ જ લેવાય હવે !!

gujaratjanekta

ઝાલોદ નગરમાં ચમત્કાર : રહેણાંક મકાનના મંદિરમાં શિવલિંગ નીકળ્યુંશિવલિંગ નીકળ્યુંની વાત નગરમાં ચર્ચાતા નગરજનો દર્શનાર્થે ઉમટયા

gujaratjanekta

ઝાલોદ તાલુકા માંથી પસાર થતા નેશનલ કોરિડોર હાઇવે થી નુકશાની માટે લડત લડનાર ખેડૂત આગેવાન પોલિસ દ્વારા અટકાયત કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial