Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

રીલ્સની રાણી અંકિતા પરમારને BJP એ સોંપી વડોદરા તાલુકા પ્રમુખની જવાબદારી : જાણો વધુ

ગુજરાત રાજ્યમાં BJP પાર્ટી દ્વારા યુવા નેતાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તેમજ મોટી જવાબદારી સોપવામાં આવી રહી છે. વાત કરીએ વડોદરા ની તો વડોદરા તાલુકા પંચાયતમાં નવા પ્રમુખ અને ઉપ પ્રમુખ તેમજ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અંકિતા પરમારની વરણી કરાઈ છે. જેઓ સોશ્યલ મીડિયા પ્લેફોર્મ પર ખૂબ સક્રિય છે. જેમને ઈન્સ્ટાગ્રામ પર 7.22 લાખ ફોલોઅર્સ છે.

રિલ્સની રાણી છે અંકિતા પરમાર
અંકિતા પરમાર સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે, જેઓ હિરોઈન જેવી અદામાં રિલ્સ બનાવે છે. અંકિતા પરમારની રિલ્સ ધમાલ પણ મચાવે છે. જેઓ હિન્દી-ગુજરાતી ગીતો જુદી જુદી સ્ટાઈલમાં અવનવી રિલ્સ બનાવે છે.

રાજકીય ઈતિહાસ
જો કે, તેમનો રાજકીય ઈતિહાસ તપાસીએ તો તેઓ અઢી વર્ષ પહેલા જ ભાજપમાં જોડાયા હતા.

તેઓ વડોદરા પાસે આવેલી પોર ગામ બેઠક પરથી પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા અને સભ્ય તરીકે ચૂંટાયા હતાં.પ્રાપ્ત વિગતો મુજબ તેમણે બી. કોમ સુધીનો અભ્યાસ કરેલો છે. તેમ માહિતી મળેલ છે.

Share

Related posts

લીમડીથી પેથાપુર ચાકલીયા ટુ થાંદલા જતો માર્ગ NH 147D કિલોમીટર મુજબ 80 થી 100 જેટલા થીંગડા

gujaratjanekta

ઝાલોદ કસ્બા વિસ્તારમાં 20 કિલો ગૌમાંસ પકડાયુ એક આરોપીને પોલિસે ઝડપી પાડયો

gujaratjanekta

ઝાલોદ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર લીમડી ખાતે યોજાયો રક્તદાન કેમ્પ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial