Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

રેફરલ હોસ્પિટલ કાલોલ ખાતે સ્વાસ્થ્ય સેવા પખવાડિયા – ૨૦૨૩ અંતર્ગત “રક્તદાન મહાદાન” કેમ્પ યોજાયો

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

સેવા પખવાડિયા – ૨૦૨૩ ઉજવણી અંતર્ગત રકતદાન મહાદાન અભિયાન હેઠળ આજ રોજ રેફરલ હોસ્પિટલ કાલોલ ખાતે રકતદાન મહાદાન” કેમ્પ નું આયોજન તાલુકા હેલ્થ કચેરી, કાલોલ ધ્વારા નરેન્દ્ર મોદી વિચારમંચ પંચમહાલના સહયોગથી કરવામા આવ્યું હતુ. જેમા તાલુકા હેલ્થ કચેરી કાલોલના તાલુકા હેલ્થ ઓફિસર ડો.મીનેશ વી.દોશી તથા નરેન્દ્ર મોદી વિચાર મંચ ના રાજય કક્ષાના ઉપાધ્યક્ષ રાજેન્દ્ર જોષી અને આર.બી.એસ.કે ડોકટર સુનીલ પટેલ એ ઉપસ્થિત રહ્યા હતા.

તેમણે રકતદાતાઓને પ્રોત્સાહિત કરતા સૌના સાથ અને સહકારથી આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ તથા નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલના સભ્યો અને કાલોલ તાલુકાના રકતદાતાઓએ ૬૭ બોટલ રકતદાન કરી આ કેમ્પને સફળ બનાવ્યો હતો. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ગોધરા તરફથી તમામ રકતદાતાઓને પ્રમાણપત્ર અને ભેટ આપીને સન્માનિત કરવામા આવેલ.

વધુમાં ‘આયુષ્યમાન ભવ:’ કાર્યક્રમ હેઠળ નિયત કરાયેલા તમામ મુદ્દાઓનું સચોટ અમલીકરણ થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા એક માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ યોજનાઓની માહિતી, તેમજ મળવાપાત્ર લાભો લાભાર્થીઓ સુધી પહોંચે, અને એક પણ લાભાર્થી તેનાથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.

Share

Related posts

ભીલ પ્રદેશની માંગ સાથે ગરબાડા તાલુકા ભીલ પ્રદેશ મુક્તિ મોરચાએ મામલતદારને આવેદન પાઠવ્યું..

gujaratjanekta

ગોધરાની ઘનશ્યામ બાળકોની હોસ્પિટલના રીસેપ્સશનીસ્ટે કરી ચાલાકી : સ્કેન સ્ટીકર ચોટાડી લાખો રૂપિયા કર્યા ચાઉં – જાણો વધુ

gujaratjanekta

રીજીયન કોન્ફરન્સ અમૃત 2024 નું સફળ આયોજન

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial