Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

મહીસાગર જીલ્લા પુરવઠા ખાતાનું સર્વર ઠપ્પ : ગ્રાહક કહે “હમ જાયે તો જાયે કહા” !!

સંકેત પંડ્યા – એડિટર

મહીસાગર જીલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી પુરવઠા વિભાગનું સર્વર ઠપ રહેતા સસ્તા અનાજના દુકાનદારો અને ગ્રાહકો હેરાન પરેશાન થઈ ગયા છે. વારંવાર સર્વર ઠપ્પ, કનેક્ટીવિટી બંધ અને આરડી સર્વિસના પ્રશ્નો આવતા દુકાનદાર ગ્રાહકોને અનાજનું વિતરણ કરી શકતો નથી.

કામગીરી ખોરવાઈ જતા ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે બોલાચાલી, ગાળાગાળી સાથે ઉગ્ર સ્વરૂપ ધારણ થતું હોય છે.આ અંગે દુકાનદારો દ્વારા લાગતા વળગતા અધિકારીઓ અને ગાંધીનગર એનઆઇસી ઓફિસ ખાતે જાણ કરવામાં આવતી હોવા છતાં પણ દુકાનદારોની મનોસ્થિતિ કાચની કેબિનમાં બેઠેલા અધિકારીઓ કે સરકારના ચુંટાયેલા પ્રતિનિધિઓ સમજી શકતા નથી. દુકાનદાર જાણે આ દુનિયાનો મહાઠગ હોય તેમ તેની ઉપર બબ્બે થમ્બ ઇમ્પ્રેશન વયસ્ક,મજુરીકામ કરતા ગ્રાહકોની લેવા માટે મજબૂર કરવામાં આવ્યો છે જેને લઈને ગજગ્રાહ થાય છે. વધારામાં ગોડાઉન તરફથી સમયસર માલ નહીં પહોંચતા દુકાનદાર છેલ્લી તારીખો સુધી ગ્રાહકોને જવાબો આપીને પરેશાન થઇ ગયો છે અને તેમની સાથે સીધા ઘર્ષણમાં પણ ઉતરવું પડતું હોય છે ત્યારે આરડી સર્વિસ,થમ્બ ઇમ્પ્રેશન અને સર્વર બાબતે ગાંધીનગર એનઆઈસી ખાતે જાણ કરી સોલ્યુશન લાવવામાં આવે તો આગામી તહેવારોમાં ગરીબ ગ્રાહકોને તેમના રસોડા સુધીનું અનાજ પહોંચી શકે.અગાઉની જેમ એડવાન્સ પરમીટ 1તારીખ પહેલા આપી 10તારીખમા સમયસર સસ્તા અનાજની દુકાનો સુધી અનાજનો જથ્થો પહોંચાડવામા આવે તેવી જીલ્લાના દુકાનદારોની માંગણી છે
આગામી મહિનામાં તહેવારોને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા દુકાનદારોને 10 તારીખ પહેલા સમયસર ગોડાઉનથી જથ્થો પહોંચાડવામાં આવે અને એડવાન્સ પરમિટ આપવામાં આવે તો ગરીબ ગ્રાહકોને અનાજ પહોંચાડવામાં કોઈ જ ફરિયાદ નહીં રહે.

 

Share

Related posts

ઝાલોદ તાલુકાની લીમડી પોલીસે એક જ દિવસમાં બે વિદેશી દારૂના કેશ ઝડપી પાડયા : 675905 નો મુદ્દામાલ ઝડપી પાડયો

gujaratjanekta

ઝાલોદ મુવાડા રામજી મંદિર ખાતે અખંડ રામાયણ પાઠનું પારાયણ કરવામાં આવ્યું

gujaratjanekta

દાહોદ કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડે સહિત અધિકારીઓ/કર્મયોગીઓએ રાષ્ટ્રીય એકતા ઉજવણીના ભાગરૂપે શપથ ગ્રહણ કર્યા.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial