Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ મુવાડા રામજી મંદિર ખાતે અખંડ રામાયણ પાઠનું પારાયણ કરવામાં આવ્યું

પંકજ પંડિત

ઝાલોદ રામજી મંદિર ખાતે પટેલ સમાજ દ્વારા દરેક ધાર્મિક કાર્યક્રમો અતિ ઉમંગ અને શ્રદ્ધાભેર કરવામાં આવતા હોય છે તેમજ મંદિરના દરેક ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમો સમાજની સર્વ સંમતિ થી થતા હોઈ મોટા પ્રમાણમાં પટેલ સમાજના લોકોની ઉપસ્થિતિ રહેતી હોય છે.
મુવાડા રામજી મંદિર ખાતે પટેલ સમાજની બહેનો દ્વારા અખંડ રામાયણ પાઠનું પારાયણ રામનવમી નિમિતે યોજવામાં આવ્યું હતું ચૈત્ર સુદ એકમથી દરરોજ સવારના અગ્યાર વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી અખંડ રામાયણ પાઠનુ પારાયણ પટેલ સમાજની મહિલાઓ દ્વારા કરવામાં આવતું હતું જેની પૂર્ણાહુતિ આજરોજ 05-04-2025 ના રોજ બપોરે 1 વાગે કરવામાં આવી હતી. મુવાડા સમાજની મહિલાઓ દ્વારા વર્ષોથી રામનવમી નિમિતે અખંડ રામાયણ પારાયણનુ આયોજન કરવામાં આવતું હોય છે જેમાં મોટા પ્રમાણમાં પટેલ સમાજની બહેનો શ્રદ્ધાભેર ભાગ લેતા હોય છે.

Share

Related posts

ગાયત્રી માધ્યમિક શાળા ચિત્રોડીયા ઝાલોદમાં શાળા પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો

gujaratjanekta

દાહોદની સરકારી ઇજનેરી કોલેજ દ્વારા ઈસરો/ડીએસઓ ઇન્ટર્નશિપ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

gujaratjanekta

ઝાલોદ તાલુકાના સામાજિક કાર્યકર્તાઓ દ્વારા એમ.જી.વી.સી.એલ ખાતે સમસ્યાઓને લઈ રજૂઆત કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial