Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News Other ટોપ ન્યૂઝ

વન વિભાગ દ્વારા 74 માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ દેવગઢ બારીયા ખાતે ઉજવાયો

પ્રાપ્ત માહિતી પ્રમાણે આજ રોજ દાહોદ જિલ્લાના દેવગઢબારીયા ખાતે શ્રી જયદીપસિંહજી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, દેવગઢ બારીયા ખાતે જિલ્લા કક્ષાના 74 માં વન મહોત્સવ ની ઊજવણી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શીતલબેન વાઘેલા ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી.

જેમાં વન વિભાગના વરિષ્ઠ અધિકારી અને નોડલ અધિકારી તરીકે ડૉ.ગંગા શરણ સિંહ (IFS) સંશોધન ગાંધીનગર, નાયબ વન સંરક્ષકશ્રી, સામાજિક વનીકરણ વિભાગ દાહોદ, શ્રી અમિતકુમાર નાયક, મદદનીશ વન સંરક્ષકશ્રી, અભિષેક સામરીયા(IFS), જિલ્લા રમત વિકાસ અધિકારી, પ્રાંત અધિકારીશ્રી બારીયા, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખ અને પંચાયતના સભ્યશ્રીઓ તેમજ જિલ્લાના જુદા જુદા ગામોમાંથી સરપંચશ્રીઓ અને ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા.

 

તેમજ વન વિભાગના કર્મચારીઓ હાજર રહી વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.. વન મહોત્સવની ઉજવણીમાં મહાનુભાવોના હસ્તે વન વિભાગની જુદી જુદી યોજનાઓ હેઠળ લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યા અને મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

 

તેમજ રમત ગમત સંકુલ ખાતે ૫૦૦ રોપાઓનું વાવેતર અને ૨૫૦૦ જેટલા રોપાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું.

Share

Related posts

દિવાળીનું બોનસ ઓછું આપ્યું તો કર્મચારીઓએ ખોલી નાખ્યા ટોલના ગેટ : 30 લાખનું નુકસાન- જાણો વધુ

gujaratjanekta

ઝાલોદ પોલીસ સ્ટેશનના પ્રોહી.ના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી દાહોદ પેરોલ ફ્લો સ્કોર્ડ

gujaratjanekta

દાહોદ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ દાદા ની જન્મ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial