Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ જાણવા જેવુ

કેરી રસિકો માટે માઠા સમાચાર ! કેરીના પાકમાં મધિયો નામનો રોગ આવતા ખેડૂતોએ શું કહ્યું , વાંચો અમારા અહેવાલમાં

સુરત જિલ્લામાં ઘણા ખેડૂતો કેરીઓ પકવે છે અને તેમાંથી જે પણ આવક થાય તેનાથી તેઓ આખા વર્ષનું આયોજન કરતા હોય છે પણ આ વર્ષે કેરીની ખેતી કરતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે,આંબામાં મધિયા નામનો રોગ આવતા ખેડૂતોને દવાનો ખર્ચો વધ્યો છે જેથી આ વર્ષ ખોટમાં જશે તેવું લાગી રહ્યું છે, મધિયા રોગને કારણે આંબા પર આવી ગયેલી મંજરી અને ફ્લાવરીંગને મધિયો યાને મધ જેવું મીઠું ચીકણું પ્રવાહી પડે તો એને કારણે આવેલા ફ્લાવરિંગ કાળું પડી જાય કે રાખમાં પરિવર્તિત થતું હોય કેરીના પાકને નુકશાન કરે છે માંગરોળ તાલુકાના વેરાકુઇ ગામના ખેડુત ઇદ્રિશ ભાઈ મલેકને ખેતરમાં ૩૦૦ જેટલા આંબા છે છેલ્લા કેટલાક દિવસથી તેમના આંબાઓના પાન કાળા પાડી રહ્યા છે અને આંબાનો મોર ખરી રહ્યો છે ખેડૂતે આ બાબતે માહિતી મેળવતા આ રોગનું નામ મધીયો હોવાનું જાણવા મળ્યું હતું, આ રોગનો નાશ કરવા ખેડૂતે અત્યાર સુધીમાં ૩૫ હજાર રૂપિયા દવા પાછલ ખર્ચ્યા છે,ખેડુતને આ વર્ષે કેરીના પાકમાં ખોટ જશે તેવું લાગી રહ્યું છે.. તો બીજી તરફ આ વર્ષ બરોબર ઠંડી નહિ પડતા ખેડૂતોને કેરીનો પાક મોડે જશે અને ખેડૂતોને સીઝનમાં ભાવ નહિ મળે તેવું લાગી રહ્યું છે,એક બાજુ મધિયો રોગ અને બીજું બાજુ કડકડતી ઠંડી નહિ પડતા ખેડૂતોને આ વર્ષે કેરીનો પાક નિષ્ફળ જશે તેવું લાગી રહ્યું છે,હાલ તો ખેડૂતો કેરીના પાકને બચાવવા મોંઘીદાટ દવાઓનો ઉપયોગી કરી રહ્યા છે.

Share

Related posts

ઝાલોદ નગરના નાના ફેરિયાઓ અને હાથલારી પર વ્યાપાર કરતા વ્યાપારી દબાણ હટાવ ઝુંબેશનો ભોગ બનતા વહીવટી તંત્રને ન્યાય માટે અરજી કરી

gujaratjanekta

ફતેપુરા અને સંજેલી તાલુકા નો રક્તદાન કેમ્પ સુખસર ખાતે યોજાયો

gujaratjanekta

ઝાલોદ તાલુકાના લીમડી નગરના મહાદેવ મંદિર આગળ બકરીનુ કાપેલ મોઢું મળ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial