Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના લીમડી નગરના મહાદેવ મંદિર આગળ બકરીનુ કાપેલ મોઢું મળ્યું

પંકજ પંડિત- ઝાલોદ.

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ગોધરા રોડ ઉપર હિન્દુ આસ્થા સાથે જોડાયેલ મહાદેવ
ભગવાનનુ મંદિર આવેલું છે. અહીં દરરોજ મોટા પ્રમાણમાં હિન્દુઓ મંદિરે દર્શનાર્થે આવતા હોય છે. આ મહાદેવ મંદિરની આગળ કોઈ અસામાજિક તત્ત્વો દ્વારા બકરીનુ મોઢુ નાખી જતા અજાણ્યા ઈસમો દ્વારા હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાની કોશિશ કરેલ છે. આ અંગે લીમડી નગરમાં ચર્ચાએ જોર પકડતાં હિન્દુ સમાજમાં રોષની લાગણી ફેલાઈ ગયેલ હતી. હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ હતા અને જોત જોતામાં મોટા પ્રમાણમાં હિન્દુ સમાજના લોકોના ટોળે ટોળા ઉમટી પડેલ હતા. હીન્દુ સંગઠન દ્વારા આ મામલાને ગંભીરતાથી લઈ પોલીસને જાણ કરવામા આવેલ હતી.આ મામલાને લીમડી પોલીસ દ્વારા ગંભીરતા પૂર્વક લઈ કાયદો વ્યવસ્થા જાળવી હતી અને હિન્દુ સમાજની આસ્થાને ઠેસ પહોંચાડનાર આવા અજાણ્યા ઈસમો પર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

Share

Related posts

ઝાલોદ નગરપાલિકાને સ્વચ્છ અને કચરા મુક્ત કરવા પાંચ નવા છોટા હાથીની ખરીદી કરી નગરને વધુ સુંદર બનાવવા લક્ષ બનાવ્યું

gujaratjanekta

ઝાલોદ પંચાલ સમાજની મહિલા મંડળ દ્વારા ફાગ ઉત્સવ નિમિત્તે પ્રી.હોળી રમવામાં આવી

gujaratjanekta

લીલવાઠાકોર ગામે મધ્યરાત્રિએ આગથી ઘરખાખ ડામોર તેરસીંગભાઈ મતાભાઈના મકાનમાં આકસ્મિક આગ, ઘરવખરી–અનાજ બળીને નષ્ટ જાનહાનિ નહીં, સરકારી સહાયની માંગ સાથે તાલુકા પંચાયતમાં અરજી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial