Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પીએમ મોદી બાદ હવે અમિત શાહનો આવતી કાલે વડોદરામાં યોજાશે કાર્યક્રમ, અહીં કપાઈ છે ટિકિટો

સંકેત પંડ્યા – એડિટર

આવતી કાલે અમિત શાહનો સભાનો કાર્યક્રમ યોજવામાં આવશે. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તેમને જંગી સભાને સંબોધન કર્યું હતું. ત્યારે હવે ભાજપ મધ્યગુજરાતના કેન્દ્ર એવા વડોદરા પર પ્રચારનું જોર અજમાવી રહ્યું છે.

ખાસ કરીને આ બેઠક પર ભાજપના નેતાઓની નારાજગી આંખે ઉડીને વળગી છે દિનુ મામ અને મધુ શ્રીવાસ્તવ જેવા નેતાઓ નારાજ થયા છે. ભાજપે અહીંથી નેતાઓ અને પદાધિકારીઓને સસ્પેન્ડ પણ કર્યા છે. વડોદરામાંથી વાઘોડીયા સહીતની બેઠકો પર જીતતા આવતા મધુ શ્રીવાસ્તવ સહીતના નેતાઓ આ વખતે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે. ત્યારે વર્ષોથી જીતતા આવેલા નેતાઓને હરાવવા માટે ભાજપ દ્વારા કમર કસવામાં આવી છે એટલું જ નહીં આ વખતે કોંગ્રેસની સાથે સાથે આપ પાર્ટી પણ મેદાને છે ત્યારે ભાજપે મોટાભાગના નેતાઓને પ્રથમ વખતે વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટથી સ્થાન આપ્યું છે.

અમિત શાહનો પ્રવાસ પણ આવતી કાલે યોજાવા જઈ રહ્યો છે. વડોદરામાં આ પહેલા બે દિવસ પહેલા જ પીએમની સભા યોજવામાં આવી હતી. અમિત શાહ આવતીકાલે આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 26 નવેમ્બરે વડોદરામાં ચૂંટણી પ્રચાર કરવા માટે આવશે. અમિત શાહ શહેરમાં ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરશે પરંતુ સ્પષ્ટ છે કે તેઓ ખાસ સયાજીગંજ બેઠકના ઉમેદવાર કેયુર રોકડિયાના પ્રચાર માટે આવી રહ્યા છે.

ગૃહમંત્રી અમિત શાહ 26મીએ સાંજે મહેસાણા નગર મેદાન ખાતે સભાને સંબોધશે આમ મધ્યગુજરાત અને ઉત્તર ગુજરાતમાં તેમનો પ્રવાસ રહેશે. તંત્રએ તેના પર કામ શરૂ કરી દીધું છે ત્યારે બીજી તરફ વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને પોતાના તમામ ઉમેદવારોને જીતાડવાના પ્રયાસો પણ કરી રહ્યા છે.

ભાજપ દ્વારા આ વખતે પાર્ટી સામે જનારા અને અપક્ષમાં દાવેદારી નોંધાવી ચૂકેલા બળવાખોર ધારાસભ્યો તેમજ મોટા નેતાને સસ્પેન્ડ કરાયા છે તેવી જ રીતે હવે 51 પદાધિકારીઓ અને કાર્યકરોને પણ વડોદરામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે દરેક રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપે પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ સુધાંશુ ત્રિવેદીને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ આજે મીડિયાને સંબોધશે. ખાસ કરીને કોંગ્રેસ પર તેમને અગાઉની પ્રેસ કોન્ફરન્સમાં પ્રહારો કર્યા હતા.

Share

Related posts

ઝાલોદ પોલીસ દ્વારા સ્વીફ્ટ ગાડીમાં લઈ જવાતો 118500 નો દારૃ ઝડપી પાડયો ગાડી ચાલક ફરાર

gujaratjanekta

કામગીરીને બિરદાવી: અમદાવાદમાં વેક્સિનના 1 કરોડ ડોઝ પુરા, 10 હેલ્થ વર્કર્સને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યાં

Admin

ગુડ બાય -2024 ” ગુજરાત રાજ્ય ની મહત્વ ની ઘટનાઓ ” – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial