Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

પંચમહાલમાં ચૂંટણી પંચની તડામારા તૈયારીઓ, 377 ઈવીએમ અને 412 વીવીપેટ ફાળવાયા

સંકેત પંડ્યા – એડિટર

અત્યારે જે રીતે વિવિધ પાર્ટીઓ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી રહી છે તેમ તેમ ચૂંટણી પંચ દ્વારા પણ પ્રથમ તબક્કાના મતદાન ઉપરાંત બીજા તબક્કાના મતદાન માટે પણ તૈયારીઓ તેજ કરાઈ છે. પંચમહાલ શહેરા વિસ્તારમાં ચૂંટણી પંચે તડામારા તૈયારીઓના ભાગરુપે 377 ઈવીએમ અને 412 વીવીપેટ ફાળવ્યા છે.

ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક વહીવટી તંત્રને સાથે રાખી આ તૈયારીઓ આરંભાઈ રહી છે. ખાસ કરીને 1 ડીસેમ્બરથી વિધાનસભાની ચૂંટણીઓ શરુ થઈ રહી છે. ત્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 5 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થશે. જેમાં મતદાન મથકના EVM અને VVPAT સેટ તૈયાર કરીને ફરીથી સ્ટ્રોંગ રૂમમાં સિમ્બોલ લોડિંગ અને નંબર અનુસાર મૂકવામાં આવશે. ત્યાર બાદ 4 ડિસેમ્બરે શહેર વિધાનસભા બેઠકના 293 મતદાન મથકો પર મતગણતરી હાથ ધરાશે. કાંકરીની મોડલ સ્કૂલ ખાતે ચૂંટણી અધિકારી એન.કે.પ્રજાપતિની દેખરેખ હેઠળ સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ અને વીવીપીએટી રાખવામાં આવ્યા હતા.

શહેર વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ 293 મતદાન મથકો માટે 377 EVM મશીન અને 412 વીવીપેટ ફાળવવામાં આવ્યા છે. જેમાં ઈમરજન્સીના સંજોગોમાં વધારાના 84 ઈવીએમનો ઉપયોગ કરી શકાશે. તેમજ 119 વીવીપેટ ફાળવવામાં આવ્યા છે. આમ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

Share

Related posts

વડોદરાના હરણી તળાવમાં મોટી દુર્ધટના : બોટ પલટી જતા 12 માસૂમોના મોતના જવાબદાર કોણ ? – જુઓ VIDEO

gujaratjanekta

માંડવીમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરાઈ

gujaratjanekta

ઝાલોદ તાલુકામા તોફાની પવન ફૂંકાતા નગરમાં અંધારપટ છવાયો : તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial