Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેને ધ્યાને લઈ મધ્યપ્રદેશ તેમજ ગુજરાતના ટોપ સિનિયર પોલીસ અધિકારીઓ દ્વારા બોર્ડર મિટિંગનું આયોજન

 સંકેત પંડ્યા – એડિટર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેને ધ્યાને લઈ મધ્યપ્રદેશ તેમજ ગુજરાતના ટોપ સિનિયર પોલીસ અધિકારીઓ દ્વારા બોર્ડર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે યોજાયેલી બોર્ડર મિટિંગમાં મધ્યપ્રદેશના આઈ જી ડી આઈ જી તેમજ ગુજરાતના આઈજીડીઆઈજી તેમજ સરહદી જિલ્લાના જિલ્લા પોલીસવડા પણ ઉપસ્થિત રહ્યા હતા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હાલ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આદિવાસી બાહુલય ધરાવતા તેમજ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ત્રિબેડે આવેલા દાહોદ જિલ્લામાં આગામી પાંચમી ડિસેમ્બરના રોજ છ વિધાનસભા બેઠકો ઉપર બીજા તબક્કાનું મતદાન યોજવાનું છે ત્યારે ચૂંટણી સમયે ઉમેદવારો અથવા તેમના ટેકેદારો દ્વારા અથવા બુટલેગર તત્વો દ્વારા સરહદી વિસ્તારમાંથી માધક માધક દેશી દારૂ તેમજ નાંણાકીય વ્યવહારોને અનુલક્ષીને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમ જ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે મધ્યપ્રદેશ તેમજ ગુજરાતના ટોપ સિનિયર પોલીસ અધિકારીઓની તેમાં ઇન્દોર રેન્જના આઇજી રાકેશ ગુપ્તા ઇન્દોર રૂલર રેન્જના ડીઆઈજી ચંદ્રશેખર સોલંકી ગોધરા રેન્જના ડીઆઈજી ચિરાગ કોરડીયા તેમજ દાહોદ જિલ્લા પોલીસવાળા મીણા છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા પોલીસવાળા ધર્મેન્દ્ર શર્મા મધ્યપ્રદેશના જાબવા જિલ્લાના જિલ્લા પોલીસવાળા મનોજકુમાર સિંગ તેમજ અલીરાજપુર જિલ્લાના પોલીસવાળા અગમ જેન બોડર મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા આ બોર્ડર મિટિંગમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે જરૂરી મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બંને રાજ્યોની પોલીસ એકબીજાના સંકલનમાં રહી કામગીરી કરે તે માટે સહમતી બંધાઈ હતી
Share

Related posts

રાજકોટ બનશે હનુમાનમય: ૨૭ થી ૧ જાન્યુઆરી સુધી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન

Admin

ઝાલોદ કોલેજમાં મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

ઝાલોદ નગરમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ ઠુઠી કંકાસીયા ચોકડી ખાતે કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial