Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

શું આ રીતે ભણશે ગુજરાત ? શિક્ષણ મેળવવું હોય અને સંજીવની દૂધ પીવું હોય તો કામ કરવુ પડે- જાણો વધુ

સાહિલ શેખ – પત્રકાર 

શિક્ષણ મેળવવું હોય અને સંજીવની દૂધ પીવું હોય તો કામ તો કરવું જ પડે તેવુ હાલ ગુજરાત ના શિક્ષણ મોડેલ સમાન સ્કુલમાં દેખાય રહ્યું છે. વાલીઓ બાળકોને શિક્ષણ મેળવવા માટે શાળામાં મોકલે છે પરંતુ શાળામાં તો કામ કરાવે છે.
જી હા… સંતરામપુર તાલુકાના વાધિયા ખૂટ ગામે આવેલી પ્રાથમિક શાળામાં બાળકોને સંજીવની દૂધનું વિતરણ કરવામાં આવેલું હતું પરંતુ દૂધ પીધા પછી શિક્ષકોએ સૂચના આપી કે આ દૂધનું બોક્સ તમે ઊંચું કરીને સામે મુકી આવો. આ રીતે બાળકો પાસે શિક્ષણના બદલે કામ કરાવવામાં આવી રહ્યું છે. બાળમજૂરી કરાવવું તે પણ કાયદા અને નિયમ મુજબ ગુનો થતો હોય છે અને આ જ વસ્તુ શિક્ષણમાં બતાવવામાં આવે છે તેમ છતાંય શાળાના શિક્ષકો બાળકોને સંજીવની દૂધની પેટી ઉંચી કરીને સામી મુકવા માટે મોકલવામાં આવે છે ખરેખર વાલીઓ બાળકોને શિક્ષણ માટે મોકલતા હોય છે પરંતુ કામ કરવા નહીં. આ રીતે શિક્ષકો પોતાના નીતિ નિયમ ને નેવે મુકીને વિદ્યાર્થીઓને ઓર્ડર અને સૂચના આપીને કામગીરી કરાવતા હોય છે. સરકારના નીતિ નિયમ મુજબ વિદ્યાર્થીઓને દૂધ આપવાની ફરજ અને શિક્ષણ આપવાની ફરજ શિક્ષકોની હોય છે પણ અહીંયા તો વાધિયા ખુટ પ્રાથમિક શાળામાં શાળાના શિક્ષકોની સૂચનાનું પાલન કરીને કામ કરાવવા મજબૂર બન્યા. હવે શું સમજવું શાળામાં શિક્ષણ મેળવવું કે કામ કરવું સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે !!

Share

Related posts

જાણો 2023ના વર્ષ દરમ્યાન ગુજરાત રાજ્યમાં બનેલી કેટલીક મહત્વની અને યાદગાર ઘટનાઓ વિશે

gujaratjanekta

10 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અનુલક્ષીને દાહોદ જિલ્લાના સુખસર ખાતેની કૃષિ શાળામાં કોમન યોગ પ્રૉટોકોલ જિલ્લા કક્ષા યોગ શિબિરનું આયોજન કરાયું

gujaratjanekta

વડોદરા પાલિકાએ પ્રિ મોનસૂનના નામે કરેલા દાવાઓ ખોટા : ઠેર ઠેર પાણી ભરાયા – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial