Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લુણાવાડામાં નાયબ મામલતદાર 10 હજારની લાંચ લેતા ACB નાં હાથે રંગેહાથ પકડાયો

સંકેત પંડ્યા – એડિટર

મહીસાગર જીલ્લાબા લુણાવાડાની  મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર દ્વારા જમીનમાં નોંધ પડાવવા માટે અરજદાર પાસેથી 10000 રૂપિયાની લાચ ની માંગણી કરી હતી. અરજદાર લાંચ આપવા માંગતા ન હોય જેને લઇ મહીસાગર એસીબી નો સંપર્ક કરી ફરિયાદ કરતા એસીબીએ ટ્રેપ ગોઠવી આજરોજ ના.મામલતદારને દસ હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો.

લુણાવાડા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર જીગ્નેશ પંડ્યા પાસે અરજદારે જમીનમાં નોંધ પડાવવા માટે મળ્યા હતા. ત્યારે નાયબ મામલતદાર જીગ્નેશ પંડ્યા એ નોંધ પડાવવા માટે ₹10,000 ની લાંચ ની માંગણી કરી હતી. અરજદાર લાચ આપવા માંગતા ન હોય જેને લઇ મહિસાગર જિલ્લા લાંચ રૂશ્વત વિભાગનો સંપર્ક કરી અને મામલતદાર દ્વારા 10,000 રૂપિયાની લાચ અંગેની ફરિયાદ કરી હતી અરજદાર સાથે મળીને મહીસાગર એસીબી વિભાગ એ ટ્રેપ ગોઠવી હતી જે મુજબ આજરોજ મામલતદાર કચેરી લુણાવાડા માં અરજદાર પાસેથી 10000 રૂપિયાની લાચ લેતા નાયબ મામલતદાર જીગ્નેશ પંડ્યા ને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો હતો નાયબ મામલતદાર એસીબીના છટકામાં ઝડપાયો હતો.તેને લઈ અન્ય કર્મચારીઓમાં અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

Share

Related posts

ઝાલોદ તાલુકાના વરોડ મુકામે સોમેશ્વર મહાદેવ મંદિરમાં અંદાજીત 5,50,000 ની ચોરીની ઘટના : ચોરી કરનાર અજાણ્યા ચોરો પલાયન

gujaratjanekta

રાષ્ટ્રીય હિન્દુ સંઘ મુખ્ય સંયોજક પૂજ્ય યોગી દેવનાથજી બાપુનું રામાનંદ પાર્ક દાહોદ ખાતે ભવ્ય સ્વાગત સન્માન!

gujaratjanekta

DRDA ના કરાર આધારિત કર્મચારીઓની પડતર પ્રશ્નો અંગે મુખ્યમંત્રીને રજુઆત : માંગ નહી સ્વીકારાય તો ઉગ્ર વિરોધ !! – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial