સાહિલ શેખ – પત્રકાર
સંતરામપુર તાલુકાના નાની ભુગેડી ગામે આશરે 4 વર્ષના માસુમ બાળકની હત્યા કરેલી ખેતરમાંથી મૃતદેહ મળી આવ્યો. નાની ભુગેડી ગામે સાંગલ ફળિયામાં રહેતા ફરિયાદી નીપમ કુમાર બળદેવભાઈ પંચાલ પોતાના ખેતરમાં મકાઈની ખેતી કરેલી હતી. નીપમ કુમાર ના ખેતરની આજુબાજુ ઘણા લોકો ખેતી કરે છે અને આ ખેતરની અંદર બાળકની લાશ જોવા મળેલી હતી. આ ઘટનાની જાણ ગ્રામજનોને થતા ખેતરના માલિકને આવીને જણાવેલું કે તમારા ખેતરમાં એક બાળક લોહી લુહાણ હાલતમાં જોવા મળેલું છે તાત્કાલિક ખેતરના માલિકે પોલીસ સ્ટેશને જાણ કરેલી હતી. આ ઘટનાની જાણ થતા જ બધા ઘટના સ્થળે પોલીસ પહોંચી ગયા હતા.

મળતી માહિતી મુજબ કોઇ સ્ત્રી પોતાના બાળક સાથે બાળકને લઈ અગમ્ય કારણસર પથ્થર વડે માથાના ભાગે ચાર થી પાંચ વાર ઘા કરીને ઈજા પહોંચાડી હતી અને તેની હત્યા કરવામાં આવી હતી. આરોપીએ મોટા વજનદાર પથ્થરનો ઉપયોગ કરેલો હતો. આજુબાજુના ગ્રામના લોકોનુ કહેવું હતુ કે એ સ્ત્રી આશરે ૨૫ વર્ષની અને તેના શરીર પર ભૂખરા કલરનું ગાઉન અને પીળા કલરની ઓઢણી ઓઢીને તેના હાથમાં પીળા કલરની થેલી હતી તેમજ લાલ કલરનો ચણીયો પહેરેલો હતો. આ રીતે ઓળખાણ આપી હતી. સંતરામપુર પોલીસે આ વર્ણના આધારે 302 મુજબ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી તેમજ બાળકના પરિવાર સાથેની કોઈ ઓળખ થઇ નથી.

