Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લાના રહેવાસીઓને તથા લાગતા વળગતાં તમામ લોકોને જાણ કરવામાં આવે છેતા. 14/03/ 2026 ને શનિવારના રોજ ભવ્ય નેશનલ લોક અદાલતનું આયોજન

તા. 14/03/ 2026 ને શનિવારના રોજ ભવ્ય નેશનલ લોક અદાલતનું આયોજન
આથી દાહોદ જિલ્લાના રહેવાસીઓને તથા લાગતા વળગતાં તમામ લોકોને જાણ કરવામાં આવે છે કે,
(1) નામદાર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ ન્યૂ દિલ્હીના આદેશથી નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ દાહોદ ખાતે ચેરમેન અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ સાહેબ , જિલ્લા અદાલત દાહોદના અધ્યક્ષ સ્થાને તથા તાલુકા કક્ષાએ જેમાં ચેરમેન અને મેં. જ્યુડી.મેજિ. સાહેબના અધ્યક્ષ સ્થાને (1) દેવગઢ બારીયા (2) લીમખેડા (3) ઝાલોદ (4) ગરબાડા (5) ધાનપુર (6) ફતેપુરા (7) સંજેલી કોર્ટોમાં તા. 14-03-2026 ના શનિવારના રોજ સવારે 10 : 30 કલાકે નેશનલ લોક અદાલત યોજાનાર છે.
(2) આ લોક અદાલતમાં દાહોદ જિલ્લાની તમામ કોર્ટોમાં ચાલતા (1) ક્રિમીનલ કમ્પાઉન્ડેબલ (2) નેગો. ઈન્સ્ટ્રૂ.એક્ટ ની કલમ 138 હેઠળના કેસો (3) બેંક રિકવરી વળતરના કેસો (4) વાહન અક્સ્માતના રિપોર્ટવાળા કસો તથા દરખાસ્તો સહીત (5) કૌટુંબિક તથા લગ્ન જીવનને લગતા કેસો (6) શ્રમ યોગી સંબધિત તકરારને લગતા કેસો (7) જમીન સંપાદન હેઠળના કસો (8) વીજળી તથા લાઈટ બિલના કેસો (ચોરી શિવાયના કેસો ) (9) દીવાની કેસો જેવા કે ભાડુવાત સંબધિત, બેંક લેણાં તથા સિવિલ દરખાસ્તો કોર્ટમાં પેન્ડિંગ હોઈ તેવા કેશો લોક અદાલત માં મૂકી પક્ષકારોની સંમતિથી સમાધાનથી ફેસલ કરી શકાશે.
(3) વધુમાં, ઉપરોક્ત જણાવેલ કેસોમાં લોક અદાલતના માધ્યમ થી સમાધાન કરવા ઈચ્છા ધરાવતા તમામ પક્ષકારોને સંબંધિત કોર્ટનો સમ્પર્ક કરી તાત્કાલિક અરજી કરવી જેથી સામ પક્ષકારને નોટિસ કરી હાજર રખાવી સમાધાનથી કેસ પૂરો શકાય.
(4) પ્રિલીટીગેશન કેસો તથા પેન્ડિંગ કેસો જે દાહોદ જિલ્લા ન્યાયાલય કે તાલુકા કક્ષાની અદાલતોનો કાર્યક્ષેત્રમાં હોય ત્યાં આપ કે આપના વકીલશ્રીએ સંબંધીત
કોર્ટ માં આપનાં કેશ તારીખ :14/03/2026 (શનિવાર ) ના રોજ આયોજીત “રાષ્ટ્રીય લોક અદાલત ” માં મૂકવા સંપર્ક કરી શકો છો.
(5) લોક અદાલતમાં કેસો નો ઝડપી નિકાલ આવે છે અને વળતર અરજીના કિસ્સામાં અરજદારને વળતર ના નાણાં ઝડપથી મને છે. આ લોક અદાલતનો મહત્તમ લાભ લેવા અને આ લોક અદાલત માં તમામ પ્રકારના સમાધાનપાત્ર કેસો મુકવા માટે દાહોદ જિલ્લાના દરેક વિ. વકીલશ્રીઓને તથા નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે.

Share

Related posts

પંચમહાલ ખાતે નેશનલ આયુષ મિશન (NAM) અંતર્ગત ડિસ્ટ્રિક્ટ આયુષ સોસાયટીની ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ

gujaratjanekta

ફતેપુરા માં તાલુકા પંચાયત કચેરી ખાતે “લખપતિ દીદી” કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

૪૦૦ કરતાં વધુ કામદારોને મળવાપાત્ર ૩૦૦ રજાઓ અને ગ્રેજ્યુટી આપવા સરકારનો આદેશ : પરિવારોમાં આનંદની લાગણી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial