Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ચાઇલ્ડ વેલ્ફર કમીટીના ચેરમેન શંકરલાલ ત્રિવેદી દ્વારા નાનાવડદલા પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું 👇

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાની નાનાવડદલા પ્રાથમિક શાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અત્રેના વતની શ્રી શંકરલાલ ત્રિવેદી કે જેઓ વડોદરા ખાતે રહે છે તેમના તરફથી પ્રતિવર્ષે નાનાવડદલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અપાય છે. આ શૈક્ષણિક કીટમાં શાળાના વિદ્યાર્થીઓને ધોરણ પ્રમાણેનું સાહિત્ય હોય છે. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી શંકરલાલ ડી. ત્રિવેદીએ સાહેબે શાળાની મુલાકાત લઈ તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટની સાથે સાથે આશીર્વચન પણ પાઠવ્યા હતા. શ્રી શંકરલાલ ત્રિવેદીએ માતૃભુમિ અને પોતાની શાળા પ્રત્યેની આ લાગણી અને માનને શાળા પરિવાર તરફથી શાળાના આચાર્ય શ્રી પ્રકાશકુમાર પ્રજાપતિએ બીરદાવી હતી અને શાળા પરિવાર તરફથી શ્રી શંકારલાલ ત્રિવેદીનો આભાર વ્યક્ત કર્યો હતો.

Share

Related posts

પતિએ પત્નીને દરિયાના પાણીમાં શોધવા એક કરોડ ખર્ચ કર્યો : પત્નીનો ફોન આવ્યો કે મને શોધશો નહી

gujaratjanekta

ગાંધીનગર – કૃષિમંત્રી રાઘવજી પટેલે કૃષિ ભવનની સરપ્રાઈઝ વિઝીટ કરી ખોલી આ પોલ

Admin

કોંગ્રેસની પરીવર્તન યાત્રા ગુજરાતમાં, ભાજપની જેમ કોંગ્રેસના દિગ્ગજોના વધશે આંટાફેરા, 175 બેઠકો પર આ છે આયોજન

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial