Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ડિજિટલ એપ્લિકેશન આધારિત વિદ્યાર્થી વિજ્ઞાન મંથનની પ્રતિભા શોધ પરીક્ષા રાષ્ટ્રીય સ્તરે ઓનલાઈન લેવાશે – જાણો વધુ

કુંદનસિંહ ચૌહાણ – પત્રકાર

વિજ્ઞાન પ્રસાર, સ્વાસ્થય સંસ્થા જે ભારત સરકારના વિજ્ઞાન અને તકનીકી વિભાગ, રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ મંડળ (NCERT), HRD મંત્રાલય અને વિજ્ઞાન ભારતીના સહયોગથી રાષ્ટ્રીય કક્ષાની પ્રતિભા શોધ વિદ્યાર્થી વિજ્ઞાન મંથન (VV) નામની પરીક્ષા છેલ્લા પાંચ વર્ષથી સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. જે ડિજિટલ ડિવાઇસીસનો ઉપયોગ કરીને ન્યુ ઈન્ડિયા માટેની ભારતની સૌથી મોટી વિજ્ઞાન પ્રતિભા શોધ છે, જે સંપૂર્ણ રીતે દેશભરના ધોરણ-૬ થી ધોરણ- ૧૧ સુધીના શાળાએ જતા બાળકો પર કેન્દ્રિત છે. વિજ્ઞાન પ્રસાર એ તમામ રાજય બોર્ડને શૈક્ષણિક વર્ષ 2020-23 દરમિયાન વિદ્યાર્થી વિજ્ઞાન મંથન ઉમેદવારનું રજીસ્ટ્રેશન તથા ઓનલાઇન પરીક્ષામાં ભાગ લેવા જણાવેલ છે.
વિદ્યાર્થી વિજ્ઞાન મંથન એ ડિજિટલ એપ્લિકેશન આધારિત પ્રતિભા શોધ પરીક્ષા જે રાષ્ટ્રીય સ્તરે ઓનલાઇન લેવામાં આવે છે. નોંધાયેલા વિદ્યાર્થીઓને તેના પોતાના ઘરેથી, એટલે કે, સ્માર્ટ ફોન (મોબાઇલ), લેપટોપ, ડેસ્કટોપ (સ્કૂલ લેબ) અથવા ટેબ્લેટ દ્વારા પરીક્ષા આપવાની હાલમાં મંજૂરી આપવામાં આવેલ છે. ઓનલાઇન નોંધણીની રીત વિદ્યાર્થી વિજ્ઞાન મંથન (VV) ની નીચે આપેલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. https://m.org.in; (Email: vmavibhaindia.org) ઉકત બાબતે દેશના તમામ રાજ્યના જિલ્લાઓની શાળાઓના વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લે તે માટે તમામ શાળાઓને સંદર્ભીત પત્રને ધ્યાને લઇ આ અંગે જરૂરી સૂચના આપવામાં આવી છે તેમ ગુજરાતના સ્ટેટ કો-ઓડીનેટર પંકજભાઈ દરજીએ જણાવ્યું છે.

 

Share

Related posts

સવીપ અંતર્ગત લીમખેડા, દેવગઢ બારિયા અને ઝાલોદ તાલુકામાં દિવ્યાંગ મતદારો સાથે કાર્યક્રમ યોજાયા

gujaratjanekta

ઝાલોદ નગરમાં અનોખો ચોરીનો કિસ્સો નોંધાયો અંદાજીત 11 થી 12 લાખના મુદ્દામાલની ચોરી

gujaratjanekta

ઝાલોદ પોલીસ સ્ટેશનમાં દશેરા નિમિતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial