Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ભલાણિયા ગામમાં MGVCL ના મીટર કનેક્શન વગર ખેતરના માલિકે ભૂંડના ત્રાસથી બચવા તારની વાડમાં કરંટ આપતા દાદા અને ભત્રીજાનું મોત !! : જાણો વધુ

સંકેત પંડ્યા – એડિટર

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પંચમહાલ જિલ્લા ના ગોધરા તાલુકાના ભલાણીયા ગામે સરદારપૂરા ફળિયામાં રહેતા સુરેશભાઈ જાલમભાઈ પરમાર એ પોતાના ખેતરમાં ભૂંડના ત્રાસથી બચવા માટે તારની સિમેન્ટના થાંભલા વગરની સાદી વાડ બનાવીને તેમાં નજીકના ઇલેક્ટ્રિક લાઇનથી કરંટ આપેલ હતો.

સાંજના સમયે ખેડૂત સુરેશભાઈના દાદા જાલમસિંહ ભાથુસિંહ અને તેમના ભાઈના દીકરા નામે દીપકસિંહ ગુલાબસિંહ દરરોજની જેમ પોતાના ખેતરમાં આંટો મારવા જતાં તેઓ બંનેને વીજકરંટ લાગતાં ઘટના સ્થળે બંનેનું મોત થયેલ છે.

સંભવિત પોલીસ કાર્યવાહીઓથી બચવા માટે બંને લાશને મોડી રાત્રે જ અંતિમ વિધિ પતાવીને પુરાવાનો નાશ કરી દેવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી હતી, ત્યાં જ પેટ્રોલિંગમાં ફરતી વેજલપુર પોલીસને હિલચાલની શંકા જતાં તપાસ કરતા પોલીસે ગામમાંથી બંને લાશોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં PM માટે મોકલી આપી ને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આમ, ખેતર માલિકે કરંટ આપતાં પોતાના પિતા અને ભત્રીજાને ખોવાનો વારો આવ્યો હોય તેવુ ગામલોકોનુ કહેવુ છે !!

Share

Related posts

ઝાલોદ સોમનાથ મંદિર ખાતે રથયાત્રાના આયોજન અર્થે હિન્દુ સંગઠનોની મીટીંગ યોજાઈનગરમાં ભગવાન જગન્નાથજીની આઠમી રથયાત્રા નીકળશે

gujaratjanekta

ઝાલોદ તાલુકાના મહુડી પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય મહેશ ભૂરીયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂ સાથે બે દારૂનાખેપિયાનો ઝડપી પાડતી વેજલપુર પોલીસ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial