Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

થર્ટી ફર્સ્ટની તૈયારી: જેતપુરમાંથી પોલીસે પકડી પાડી વિદેશી દારૂની ૧૯૨ બોટલ

૩૧ ડિસેમ્બરની દારુ સાથે ઉજવણી કરવા માટે જેતપુરના બે બુટલેગરે વિદેશી દારુ મગાવ્યાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી અમરનગર રોડ પર આવેલા વિવેકાનંદ સ્કૂલ પાછળ સોમનાથ સોસાયટીમાં દરોડો પાડી રુ. ૭૨ હજારની કિંમતની ૧૯૨ બોટલ વિદેશી દારુ મળી આવતા કબ્જે કરી બુટલેગરની શોધખોળ હાથધરી છે. રાજકોટ શહેર બાદ જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં એક બૂટલેગરના ઘરે દરોડો પાડી દારૂના જથ્થા સાથે તેની પત્નીને પકડી પાડી છે જ્યારે બૂટલેગર ફરાર થઈ જતાં તેની શોધખોળ શરૂ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પૂર્વે સ્ટેટ મોનિટરિંગ સેલે કૂવાડવા પોલીસ મથક હેઠળ આવતાં નવાગામના ગોડાઉનમાં ત્રાટકીને નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી હતી. તપાસના ચક્રો ગતિમાન કર્યા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે રાજકોટ જિલ્લાના જેતપુર શહેર અમરનગર રોડ પર વિવેકાનંદ સ્કૂલ પાછળ આવેલી સોમનાથ સોસાયટીમાં ત્રાટકીને દારૂની ૧૯૨ બોટલ પકડી પાડી હતી. દરોડો પાડ્યો એ સમયે બૂટલેગર ત્યાં હાજર નહોતો પરંતુ તેની પત્ની અમિતાબેન પ્રવીણભાઈ ગાંડુભાઈ ઠેસીયા ત્યાં હાજર હોય તેને નોટિસ ફટકારાઈ હતી. જ્યારે બૂટલેગર પ્રવિણ ગાંડુભાઈ ઠસાયા હાજર નહિ મળા આવતા તન પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલે સ્થળ પરથી ૭૨ હજારની કિંમતની વિદેશી દારૂની ૧૯૨ બોટલ, એક વાહન મળી કુલ રૂ. ૧.૨૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે થર્ટી ફર્સ્ટ હોવાને કારણે બૂટલેગરો પ્યાસીઓ સુધી કોઈ પણ ભોગે દારૂ પહોંચવા માટે મેદાને ઉતરી ગયા છે.

Share

Related posts

ચાર રાજ્યના આદિવાસી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા

gujaratjanekta

પાટણ શહેર માં બ્રહ્મા કુમારી પરિવાર દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો

gujaratjanekta

ભાજપે 38 સિટીંગ ધારાસભ્યોની ટિકિટ કાપતા જાણો ક્યાં થયો બળવો, કોના પડ્યા રાજીનામા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial