Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે અમન ડે સ્કુલ, ગોધરા દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન – જાણો વધુ

સંકેત પંડ્યા – એડિટર

આજ રોજ તારીખ 13/8/2022 ને શનિવારના રોજ “આઝાદીના અમૃત મહોત્સવ” નિમિત્તે અમન ડે સ્કુલ, ગોધરા દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં આપણો ભારત દેશ એકતા, અખંડિતતા અને ભાવત્મકતા નું પ્રતિક છે. આઝાદીના અમૃત મહોત્સવ” નિમિત્તે ભારતમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી અન્વયે ઘર ઘર લહેરાતા તિરંગા સાથે ભવ્ય તિરંગા યાત્રાનું ફ્લેગ ઓફ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડામોરભાઇ તેમજ શાળાના ટ્રસ્ટીશ્રીઓ જાની બ્રધર્સ દ્રારા કરવામાં આવ્યુ.


આ યાત્રામાં ભવ્ય પ્રદર્શન કરી અને રાષ્ટ્રભક્તિના ગીતો, સૂત્રો દ્વારા ગગન વેદી નારા લગાવી લોક જાગૃત નું અભિયાન રાષ્ટ્રભાવનાને ઉજાગર કરેલ આ યાત્રામાં શાળાના આચાર્ય, એડમીન, શિક્ષકો, 
વિદ્યાર્થીઓ અને રેન્જ ફોરેસ્ટના જવાનો નો રાષ્ટ્ર વ્યાપી જુસ્સો અને દેશ પ્રેમ ની ભાવના સાથે ફ્લેગમાર્ચ કર્યો હતો. આ યાત્રામાં આઝાદીની લડત ચલાવનાર વીરોના વીરગાથાની યાદ તાજી થાય તે માટે 75 વીર પાત્રો બનાવીને આઝાદીની લડત ચલાવનાર વીરો પાત્રોમાં ભારતમાતા, સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરુ, મંગલ પાંડે, ચંદ્રશેખર આઝાદ, ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ, વગેરે વિદ્યાર્થી પાત્રો બનાવીને દેશભક્તિબાં રંગે સૌ કોઈ રંગાઇ ગયા હતા.
આમ એક નવું વિચાર રાષ્ટ્રને એક કરવા જન-જનને પ્રોત્સાહિત કરવા માટે પ્રેરિત કરે છે આમ જય હિન્દ, વંદે માતરમ અને ભારત માતા કી જય ના ગગનભેદી નારા સાથે તિરંગા યાત્રા ગોધરાના જાહેર માર્ગ ઉપરથી પસાર થઈ હતી.

Share

Related posts

અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હિટ રોકવા ફેરોઝ લાઇટ ટ્રેપ સિસ્ટમ ગોઠવાઈ, હાલમાં બર્ડહિટ અટકાવવા લેસર ગન, ઝોન ગનનો ઉપયોગ થાય છે

Admin

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે મતદાન જાગૃત્તિ કાર્યક્રમ યોજાયોSVEEP અંતર્ગત દાહોદ ખાતે યુવા મતદારોને જાગૃત્ત કરવામાં આવ્યા

gujaratjanekta

ઝાલોદ નગરમાં ‘સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી’ નિમિત્તે “સ્વામી વિવેકાનંદ રમતોત્સવની ઉજવણી કરવામાં આવી.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial