Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

બસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં ભિક્ષુકો આંકડા અને જુગાર રમતા સોશિયલ મીડિયામાં ફોટા થયા વાયરલ : પોલીસ કેમ અજાણ ? – જાણો વધુ

સાહિલ શેખ – પત્રકાર

મહીસાગર જીલ્લાના સંતરામપુર શહેરમાં દરરોજ રોજીરોટી કમાવવાં છકડામાં કે બસોમાં મોડાસા, ગોધરા, લુણાવાડા, વિવિધ શહેરો તેમજ ગામોમાંથી ભિક્ષુકો ભીખ માંગવા માટે સંતરામપુરમાં આવતા હોય છે ત્યારે સંતરામપુર શહેરના નાગરિકો દયાભાવના રાખીને ભિક્ષકોને ભીખ સ્વરૂપે પૈસા પણ આપતા હોય છે પરંતુ કેટલાક ભિક્ષુકો ઘરે – ઘરે ફરીને ભીખ માંગેલા પૈસા ભેગા કરીને બસ સ્ટેન્ડ વિસ્તારના એક ગલીની અંદર જાહેર ખુલ્લામાં પોતાના પેટનો ખાડો પુરવાના બદલે આંકડા રમતા અને લખાવતા ભિક્ષુકોના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

સોશિયલ મીડિયામાં ફોટા તો વાયરલ થયા પરંતુ હજુ સુધી પોલીસે કેમ કોઈ કાર્યવાહી હાથ ધરી નથી ? તે ચર્ચાનો વિષય બની ગયો છે. તેમજ લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે કે શહેરમાં ખુલ્લામાં આંકડા લખાઇ રહ્યા છે તેમજ ખુલ્લેઆમ આંકડા અને જુગાર રમતા લોકોના ફોટા – વીડિયો સોશિયલ મિડીયાના ગ્રુપોમાં બેફામ પણે વાયરલ થયા હોય ત્યારે સવાલ એ થાય છે કે શું પોલીસ વિભાગ મોબાઈલ નો ઉપયોગ નથી કરી રહ્યું ??

Share

Related posts

ઝાલોદ શહેરનાં મોગલ છોરું ગ્રુપ દ્વારા પગપાળા સંઘ ભગુડા પહોંચી માઁ મોગલ ધામ ભગુડામાં ૫૬ ગજની ધજા મંદિરે ચઢાવવામાં આવી હતી

gujaratjanekta

ઝાલોદ એસ.ડી.એચ હોસ્પિટલ ખાતે હિપેટાંટીસ ડે નિમિત્તે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

gujaratjanekta

ઝાલોદ નગરપાલિકા પ્રાંગણમાં રાષ્ટ્રગીત “વંદે માતરમ્” ના મૂળ સ્વરૂપનું સમૂહગાન તથા “સ્વદેશી શપથ” નો કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial