Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ દાઉદી વ્હોરા સમાજ દ્વારા રાહગીરોને ગરમીમાં ઠંડક મળે તે હેતુથી લીંબુ પાણીનું વિતરણ કરી સેવાકીય કાર્ય કર્યું પી.એસ.આઈ સીસોદીયા પણ આ સેવાકીય કાર્યમા જોડાયા

પંકજ પંડિત

અત્યારે ઝાલોદ નગરમાં ભેજ વાળા પવનોના કારણે બફારા વાળું વાતાવરણ જોવા મળી રહેલ છે. જેથી નગરમાં બફારો અને ગરમીનો અહેસાસ થઈ રહેલ છે ત્યારે આવી ગરમીમાં રાહત મળે તે હેતુથી વ્હોરા સમાજ ઝાલોદ દ્વારા રાહગીરોને ગરમીથી ઠંડક મળે તે હેતુથી તેમના 53 માં ધર્મગુરુ સૈયદના આલી કદર મુફદ્દલ સૈફુદ્દીન (ત.ઉ.સ) અવાર નવાર સેવાકીય કાર્યો કરવા હાકલ કરતા રહે છે તે અન્વયે બસ સ્ટેશન વિસ્તારમાં લીંબુ પાણીનુ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું.
વ્હોરા સમાજના લોકો મોટા પ્રમાણમાં આ સેવાકીય પ્રવૃત્તિ કરવા બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હતા તેઓ આવતા જતા વાહનચાલકો, રાહગીરોને લીંબુ પાણીનું વિતરણ કરતા જોવા મળતા હતા. આ સેવાકીય કાર્યમા નગરના પી.એસ.આઈ સી.કે.સીસોદીયા પણ જોડાયા હતા અને તેઓ પણ આવતા જતા રાહગીરોને લીંબુ પાણીનુ વિતરણ કરવા જોડાયા હતા. વ્હોરા સમાજ દ્વારા કરવામાં આવેલ આ સેવાકીય કાર્યમા 3000 થી વધુ લોકો આ ફ્રી લીંબુ પાણીના સેવાકીય કાર્યનો લાભ લીધો હતો. ઝાલોદ વ્હોરા સમાજ નગરમાં અવારનવાર આવા સેવાકીય કાર્યો વર્ષો થી કરતી આવેલ છે. નગરના લોકોએ આ સેવાકીય કાર્યને વખાણી હતી.

Share

Related posts

ભારતમાં પણ વધી રહ્યો ચીનવાળો કોરોના વેરિયન્ટ! છીંક-માથાનો દુખાવો જેવા આ 16 લક્ષણો દેખાય તો થઈ જાવ સાવધાન

Admin

ફતેપુરા તાલુકાના ઘટક – 2 ના સરસ્વા સેજા ના ભોજેલા આંગણવાડી કેન્દ્રમાં સંયુક્ત મુલાકાત લીધી

gujaratjanekta

માં અંબાના મંદિરે દર્શનાર્થીને મળશે નિ:શુલ્ક ઠંડુ અને શુદ્ધ પાણી

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial