Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

નગર પાલિકા ગોધરા તથા વરદાન ટ્રસ્ટ દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો – જાણો વધુ

અફરોઝ  – પત્રકાર

નગરપાલિકા ગોધરા તથા વરદાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ઇગલ ગ્રુપ ગોધરા દ્વારા વિવિધ મહાનુભાવો નો સન્માન કાર્યક્રમ સરદાર નગર ખંડ ગોધરા ખાતે ગોધરા ના ધારાસભ્ય શ્રી સી..કે રાઉલજી ની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો. જેમાં નગરપાલિકા ગોધરા ના પ્રમુખ સંજયભાઈ સોની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
વરદાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ મેહુલ ચાપાનેરીયા તથા ઇગલ ગ્રુપ ગોધરા ના પરિવારજનોએ છેલ્લા અઠવાડિયા ની સતત મહેનત કરી કાર્યક્રમનું આયોજન અને સફળ સંચાલન કર્યું હતું.

આ પ્રસંગે સફાઈ કામદારોને સર્ટીફીકેટ આપી તેમની કામગીરીને નગરપાલિકા દ્વારા બિરદાવવામાં આવી હતી જ્યારે ગોધરાના સેવાભાવી મહાનુભાવોનું વિશેષ સન્માન ઇગલ ગ્રુપ દ્વારા કરાયું હતું જેમાં ખાસ ગોધરા ના ધારાસભ્ય શ્રી સીકે રાઉલજી નું ગોધરા રત્ન એવોર્ડ આપી સન્માન કરાયું હતું જ્યારે અન્ય મહાનુભાવોમાં લારા હોસ્પિટલ ના ડો. સુજાત વલી, કોમર્સ કોલેજ ગોધરા ના પ્રિન્સિપાલ ડો. અરુણસિંહ સોલંકી, તથા પ્રો.ડો. આનંદ ઘડિયાળીનું પણ આ પ્રસંગે સન્માન કરાયું હતું.
ટ્રસ્ટના અધ્યક્ષ એવા મેહુલ ચાપાનેરીયાની સુંદર કામગીરી ને ગોધરા વાસીઓએ બિરદાવી હતી. ખાસ કરી સુરેશભાઈ ભોઈ, નગરપાલિકાના મુકેશભાઈ પટેલ, કાઉન્સિલર રાકેશભાઇ રાણા, સી.એસ.સી.ના ડી એમ વનરાજ ચાવડા, કેતનભાઇ ભોઈ તેમજ પ્રદિપસિંહ સોલંકી ને લોકોએ વખાણ્યા હતા.

 

Share

Related posts

GSSSB Call Letter Download : GSSSB ની વિવિધ 5554 જગ્યાઓ માટે પરીક્ષા કાર્યક્રમ જાહેર – આ તારીખેથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો

gujaratjanekta

ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

આગામી તા. ૮ ઓગસ્ટે રાજ્યકક્ષાનો ‘૭૫મો વન મહોત્સવ’ યોજાશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial