Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગોધરાના પિતા પુત્રની જોડી કિહાનખાન અને ફિરોઝખાન રાજયકક્ષાના સિપાહી ગૌરવ એવોર્ડથી અમદાવાદ ખાતે સન્માનિત કરાયા

રિપોર્ટર:-મેહફુઝ હસન :- ગોધરા

અહેવાલ :- અબ્દુલ્લાહ પંજાબી

અખિલ સિપાહી સમાજ ગુજરાત પ્રદેશ દ્વારા રવીન્દ્રનાથ ટાગોર હોલ અમદાવાદ ખાતે સન્માન કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં ગોધરાના નેશનલ રેકોર્ડ હોલ્ડર દસ વર્ષીય કિહાનખાન પઠાણ અને નવરચના શાળાના આચાર્ય અને શ્રેષ્ઠ શિક્ષકના રાષ્ટ્રીય કક્ષાએ દસથી વધુ સન્માન મેળવેલ ફિરોઝખાન પઠાણનું સન્માન કરવામાં આવ્યું છે. 

અમદાવાદ ખાતે કિહાનખાનને નેશનલ રેકોર્ડ અને સૌથી નાના કોરોના યોદ્ધા માટે અને ફિરોઝખાનને વીસ વર્ષની શૈક્ષણિક, સામાજિક અને સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠ સેવા માટે પદ્મશ્રી શહાબુદિન રાઠોડ સાહેબના હસ્તે ટ્રોફી, પ્રમાણપત્ર અને બુકે દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.

સ વર્ષીય કિહાનખાનના ફિરોઝખાન પઠાણના નેશનલ રેકોર્ડ અને 200 જેટલા નેશનલ પ્રમાણપત્ર અને સન્માન માટે પદ્મશ્રી અને આવ ભાણા આવ પાઠના લેખક શાહબુદિન રાઠોડ, વજીરખાન પઠાણ અમદાવાદ, અબ્દુલ રશીદ કાજી રાજકોટ, ડો શહેનાજબેન બાબી જેતપુર દ્વારા સ્પેશિયલ સન્માન કરવામાં આવ્યું છે.રાજય લેવલના સન્માન કાર્યક્રમમાં ગોધરાના પુત્ર પિતાની જોડીને એક મંચ પર સન્માન મળેલ હોય એ એક રેકૉર્ડ છે. કિહાનખાને પોતાની માતા અને ફિરોઝખાન પઠાણે પોતાના આ એવોર્ડ શબાનાબાનું ફિરોઝખાનને અર્પણ કર્યું છે.

Share

Related posts

શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ: જામનગર જિલ્લા પંચાયતના કર્મચારી સામે પત્નીએ મારઝૂડની ફરિયાદ નોંધાવતા ચકચાર

Admin

IOCL બ્લાસ્ટમાં મૃતકોના પરિવારને રૂ. 25 લાખ : પત્નીને નોકરી અને બાળકોના ભણતરનો સંપૂર્ણ ખર્ચ કંપની આપશે

gujaratjanekta

રાજકોટના આંગણવાડી કેન્દ્રોમાં ભુલકાંઓને ગમ્મત સાથે આપતું જ્ઞાન: વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial