Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ જાણવા જેવુ ટોપ ન્યૂઝ ધંધાકીય જાહેરાત ધર્મ દર્શન / રાશિફળ સરકારી નોકરી/યોજનાઓ સ્પોર્ટસ

મોટી દુર્ઘટના ટળી: અમરેલીના ચલાલાથી ગોપાલગ્રામ વચ્ચે એસટી બસ રસ્તાની બાજુ પર ઉતરી ગઈ, મુસાફરોને બારીમાંથી બહાર કઢાયા

અમરેલી29 મિનિટ પહેલા

ધારી ડેપો મેનેજર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા

અમરેલીના ચલાલાથી ગોપાલગ્રામ વચ્ચે આજે એક એસટી બસ રસ્તાની સાઈડમાં ઉતરી જતા મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી. બસ ત્રાસી થઈ જતા બસમાં સવાર મુસાફરોને બારીમાંથી બહાર કાઢવાની ફરજ પડી હતી.

અમરેલી જિલ્લામા આવેલ ચલાલથી ગોપાલગ્રામ વચ્ચે ગુરુકુલના પાટિયા પાસે એસ.ટી.નો અકસ્માત સર્જાયો હતો. અહીં એસ.ટી.બસ ચાલક દ્વારા બેલેન્સ ગુમાવી દેતા બસ ખાળીયામાં ઘુસી જતાં મુસાફરોએ થોડીવાર અહીં દેકારો મચાવ્યો હતો. ઘટના બાદ આસપાસમાં ગ્રામજનો પણ અહીં મદદ માટે દોડી આવ્યા હતા પરંતુ મુસાફરોની સંખ્યા ઓછી હોવાને કારણે કોઈ મોટી દુર્ઘટના બની ન હોવાનુ મનાય રહ્યું છે. જોકે અહીં સ્થાનીક લોકો દ્વારા મુસાફરોને બારીમાંથી બહાર કાઢવાની ફરજ પડી હતી.

ઘટના બાદ એસ.ટી.વિભાગના ધારી એસ.ટી.ડેપો મેનેજર સહિત દોડી આવ્યા હતા. અમરેલી એસ.ટી.ડેપોની બસ હોવાનુ જાણવા મળી રહ્યું છે જ્યારે મુસાફરો પણ અહીં આસપાસના ગ્રામ્ય વિસ્તારના હોવાનુ જાણવા મળી રહ્યું છે ઘટનામા રાહદારી ઓ અહીં ઉભા રહી મુસાફરોની મદદ કરતા પણ જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Share

Related posts

ઝાલોદ તાલુકાના માંડલીખૂંટા પ્રાથમિક શાળામા કાદવ કીચડ વાળા રસ્તે અભ્યાસ કરવા આવતા બાળકો

gujaratjanekta

મહીસાગર જીલ્લા પોલીસ વિભાગ દ્વારા વાહનચોરી અને મોબાઇલ ચોરીની ફરીયાદ અંગે “e – fir” એપ્લીકેશન માધ્યમનો શુભારંભ

gujaratjanekta

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વોર્ડ નં. 5 ના કોર્પોરેટરશ્રી તેજલબેન બી. વ્યાસ દ્વારા આધારકાર્ડ, e-KYC સહિતનો મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial